નવી દિલ્હી : કંગના રનૌત પોતાની વાત બેધડક રીતે રજુ કરવા માટે જાણીતી છે. હાલમાં કરણી સેનાએ કંગનાની આગામી ફિલ્મ મણિકર્ણિકા : ધ ક્વિન ઓફ ઝાંસીની વાર્તા સામે વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે, કંગનાએ પણ જાહેર કરી દીધું છે કે તે દરેક વિવાદનો સામનો કરવા માટે તૈયાર છે. કરણી સેનાએ ધમકી આપી છે કે જો તેમને ફિલ્મ દેખાડવામાં નહી આવે તો તોડફોડ કરશે અને ફિલ્મ થિયેટરોમાં રિલિઝ નહી થવા દે. આ ફિલ્મમાં કંગના માત્ર લીડ રોલ જ નથી કરી રહી પણ તેણે આ ઐતિહાસિક ફિલ્મ ડિરેક્ટ પણ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સૈનિકે 72 કલાક સુધી એકલાહાથે રોકી રાખી હતી ચીનની સેના, આજે રિલીઝ થઈ બાયોપિક 


એક ઓનલાઇન પોર્ટલ સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું છે કે , ચાર ઇતિહાસકારોએ મણિકર્ણિકા જોઇ છે. અમે સેન્સરનું સર્ટિફિકેટ પણ લીધું છે. આ વિશે કરણી સેનાને પણ જાણ કરવામાં આવી છે પરંતુ તેમ છતાં તેઓ મને પરેશાન કરી રહ્યાં છે. જો તે આટલાથી નહી અટકે તો તેમને પણ તે ખબર હોવી જોઇએ કે હું પણ રાજપુત છું અને એકએકનો અંત લાવી દઈશ.


સીબીએફસીના ચીફ પ્રસુન જોશી પણ ફિલ્મ મણિકર્ણિકા સાથે જોડાયેલા છે. તેમણે ફિલ્મના સંવાદો અને ગીતો લખ્યા છે. થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદે આ ફિલ્મને જોઈ છે અને તેમને પણ આ ફિલ્મ ગમી છે. 1857ની આઝાદીની લડાઈ પર આધારિત આ ફિલ્મમાં અંકિતા લોખંડે, અતુલ કુલકર્ણી, વૈભવ તત્ત્વવાદી તેમજ સુરેશ ઓબેરોય જેના કલાકાર મુખ્ય રોલમાં જોવા મળશે. ઝી સ્ટુડિયોઝ અસોશિયેશનમાં બનેલી આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...