Fukrey 3 Trailer: ફુકરે, ફુકરે રીટર્ન ફિલ્મો પછી હવે ફુકરે 3 ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ બે મહિના પહેલા આ મહિનામાં જ રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા તેનું ટ્રેલર પણ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. Fukrey 3 ફિલ્મનું ટ્રેલર અપેક્ષા અનુસાર જ મજેદાર છે. ફિલ્મના પહેલા બે પાર્ટની જેમ આ ફિલ્મમાં પણ ફુકરેની ટોલી ધમાલ કરવા જઈ રહી છે. ફુકરે 3 માં ભોલી પંજાબન ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે તો ફુકરેની ટોલી પણ નવો જુગાડ કરીને પોતાની સમસ્યાઓ વધારશે. ફુકરે 3માં ચુચાને પણ ભગવાનનો નવો આશીર્વાદ મળી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


રાજશ્રી બેનરની ફિલ્મ Dono થી ડેબ્યુ કરશે રાજવીર દેઓલ અને પલોમા,જુઓ Trailer


Gadar 2 એ પઠાન અને બાહુબલીનો તોડ્યો રેકોર્ડ, 24 દિવસમાં કરી 500 કરોડની કમાણી


થિયેટર્સમાં ધમાલ મચાવી રજનીકાંતની ફિલ્મ જેલર OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ


ફુકરે 3ના ટ્રેલરની શરૂઆતથી અંત સુધી તમારા ચહેરા પર સ્માઈલ રહેશે તે વાતની ગેરંટી છે. પહેલા બે પાર્ટની જેમ આ પાર્ટમાં પણ ચૂચા તમને પેટ પકડાવીને હસાવશે. આ પાર્ટમાં ચૂચાને નવું ગોડ ગિફ્ટ મળ્યું છે. ટ્રેલર જોઈને સ્પષ્ટ થાય છે કે  ફુકરે 3 ફિલ્મ પણ લોકોને પેટ પકડાવીને હસાવવામાં સફળ થશે. દર્શકો પણ આ ફિલ્મનું ટ્રેલર જોઈને ખુશ છે. ટ્રેલરને પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 



ફુકરે 3 ફિલ્મ 28 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જોકે આ ફિલ્મ પહેલા એક ડિસેમ્બરે રિલીઝ થવાની હતી પરંતુ અચાનક તેને બે મહિના પહેલા રિલીઝ કરવામાં આવી રહી છે. ફિલ્મને પ્રીપોન કરવાનું કારણ પ્રભાસની ફિલ્મ સાલાર પણ છે. પ્રભાસની ફિલ્મ સાલાર ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે જેને લઈને ફુકરે 3ને સપ્ટેમ્બર મહિનામાં જ રિલીઝ કરી દેવામાં આવશે.