FUNNY NICKNAMES: પ્રિયંકા, આલિયા, વરુણ આ બધાના નિકનેમ જાણીને તમે પણ હસી પડશો
ઘણાં લોકોના નાનપણથી જ બે થી ત્રણ નામ હોય છે. ઘરમાં અલગ નામથી બોલાવતા હોય, શાળામાં અલગ નામ ચાલતુ હોય અને મિત્રો પણ કંઈક જુદાં જ નામથી બોલાવતા હોય છે. ત્યારે આપણાં બોલીવુડના સિતારાઓના પણ એવા જ નિકનેમ છે જે નામો સાંભળીને તમે પણ હસી પડશો કે આ તો કેવા નામ છે...
નવી દિલ્લીઃ બૉલીવૂડ સ્ટાર્સના નામ ખૂબ જ ફેન્સી હોય છે, પરંતું, તેમના નિકનેમ સામાન્ય લોકો જેવા જ છે. કેટલાક એવા એક્ટર્સ છે જેમના નામ પપ્પૂ, મિઠ્ઠૂ અને ગુલ્લુ જેવા છે, જે સાંભળતા જ તમારી હંસી છુટી જશે. ત્યારે, આજે અમે તમને અનેક સેલેબ્રિટીના નિકનેમ વિશે જણાવા જઈ રહ્યા છે.
1. આલિયા ભટ્ટ:
આલિયા બાળપણમાં ખૂબ જ ચબ્બી હતી. જેના કારણે તેના મિત્ર તેને આલૂ બોલાવતા હતા. ત્યાર પછી તેનું નિકનેમ આલૂ જ પડી ગયું.
2. પ્રિયંકા ચોપડા:
પ્રિયંકા ચોપડાના પિતાએ તેનું નિકનેમ મિઠ્ઠૂ રાખ્યું હતું, તેઓ પ્રિયંકાને પ્રેમથી મિઠ્ઠૂ કહીને બોલાવતા. જો કે પ્રિયંકાના મિત્રો પ્રિયંકાને મિમિ કહીને પણ બોલાવે છે.
3. અનુષ્કા શર્મા:
અનુષ્કાને બાળપણના દિવસોમાં તેના પરિવારજનો નુશેશ્વર નામની બોલાવતા હતા. હવે વિરાટ કોહલીએ આ નામને નાનું કરીને નુશ્કી બોલાવે છે.
4. વરુણ ધવન:
વરુણ ધવનને પરિવારમાં બધા લોકો પપ્પુ કરીને બોલાવે છે. વરુણે એકવાર કહ્યું હતું કે તેનું નિકનેમ તેને મેક્સિકન ડ્રગ લોર્ડની યાદ અપાવે છે.
5. રણબીર કપૂર:
રણબીર કપૂરને નીતૂ કપૂર પ્રેમખી રેમન્ડ બોલાવે છે.
6. એશ્વર્યા રાય બચ્ચન:
એશ્વર્યા રાય બચ્ચનને બાળપણમાં પરિવારજનોએ પ્રેમથી ગુલ્લુ નિકનેમ આપ્યું હતું.
7. કાર્તિક આર્યન:
કાર્તિક આર્યને પોતાના એર લૉકડાઉન સમયના વીડિયોમાં જણાવ્યું હતું કે, ઘરમાં તેને કોકી કહીને પ્રેમથી બોલાવવામાં આવે છે. સાથે જ તેના ઉભા વાળ માટે તેના મિત્રો તેને સેન્ટર શૉક કહીને પણ ચીડાવતા.
8. સોનમ કપૂર:
સોનમ કપૂરે એક વાર જણાવ્યું હતું કે તેની લાંબી ગર્દનના કારણે તેના પિતા અનિલ કપૂર તેને જિરાફ કહીને બોલાવતા હતા.
9. શાહિદ કપૂર:
શાહિદ કપૂરને શરૂઆતના દિવસોથી જ શાશા કહીને બોલાવતા હતા. ત્યારે, હવે તેમના ફેન્સ પણ તેમને શાશા નામથી બોલાવે છે.
Taarak Mehta...ના દયા ભાભીએ B-Grade ફિલ્મોમાં કરી દીધી હતી બોલ્ડનેસની તમામ હદ પાર...!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube