મુંબઈ: બોલિવૂડ (Bollywood) ના દબંગ સલમાન ખાન (Salman Khan) ને આજે તેના 54માં જન્મદિવસે મોટા ખુશખબર મળ્યા છે. સલમાન ખાન ફરી એકવાર મામુ બની ગયો છે. તેની બહેન અર્પિતા ખાને (Arpita Khan) આજે તેના જન્મદિવસે એટલે કે 27મી ડિસેમ્બરે પુત્રીને જન્મ આપ્યો છે. અત્રે જણાવવાનું કે આજે સવારે લગભગ 8 વાગે અર્પિતા ખારની હિન્દુજા હોસ્પિટલમાં એડમિટ થઈ હતી. એવા અહેવાલ આવી રહ્યાં છે કે અર્પિતાએ પુત્રીને જન્મ આપ્યો છે. આ અવસરે આયુષ શર્મા અને માતા પિતા તથા હેલન પણ હોસ્પિટલમાં હાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

54 વર્ષનો થયો સલમાન ખાન: પનવેલ છોડી આ ભાઈના ઘરે ઉજવ્યો બર્થડે, વાઈરલ થયો VIDEO


નોંધનીય છે કે ઘણા સમયથી એવી અટકળો હતી જ કે અર્પિતાની ડિલિવરી સલમાન ખાનના બર્થડે પર જ થશે. બહુ પહેલેથી એવા અહેવાલો હતાં કે આ વર્ષે સલમાન ખાન પોતાનો 54મો જન્મદિવસ બાન્દ્રા સ્થિત તેના ભાઈ સોહેલ ખાનના ઘરે સેલિબ્રેટ કરશે. આ ફેરફારનું કારણ સલમાન ખાનની બહેન અર્પિતા ખાન કહેવાતું હતું. કારણ કે અર્પિતા બીજા બાળકની માતા બનવાની હતી અને આથી સલમાન ખાન આ સ્પેશિયલ દિવસ પોતાની લાડકી બહેનની સાથે વિતાવવા માંગતો હતો અને બન્યું પણ એવું જ. આ વખતે સલમાને પોતાનો જન્મદિવસ મુંબઈના બાન્દ્રા વિસ્તારમાં પાલીહીલ ખાતે સોહેલ ખાનના ઘરે ઉજવ્યો. બોલિવૂડના દિગ્ગજ સિતારાઓ તેમાં સામેલ થયાં. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube