આજના Google Doodle પાછળ સંતાયેલું છે મોટી ખગોળીય ઘટનાનું રહસ્ય
આજે Doodle માટે વાદળી અને સફેદ રંગના કોમ્બિનેશન સાથે વિન્ટર થીમ તૈયાર કરવામાં આવી છે
નવી દિલ્હી : 21 ડિસેમ્બરનો દિવસ સૌથી નાનો અને રાત સૌથી લાંબી હોય છે. આજના દિવસે મકર રેખા પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ કારણે આજનો દિવસ વર્ષમાં સૌથી ટૂંકો હોય છે. જોકે 22 ડિસેમ્બરથી દિવસ લાંબા થવાની શરૂઆત થઈ જાય છે. 21 ડિસેમ્બરના દિવસે થનારી આ ઘટનાનું ખાસ ખગોળીય મહત્વ છે અને એને જ્યોતિષની ભાષામાં મકર સાયન કહેવામાં આવે છે. સર્ચ એન્જિને આ પ્રસંગે ગૂગલ ડુડલ તૈયાર કર્યું છે. આજના દિવસને વિન્ટર સોલ્સિટસ (Winter Solstice)ના નામથી પણ ઓળખવામાં આવે છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...
Google દ્વારા આજે Doodle માટે વાદળી અને સફેદ રંગના કોમ્બિનેશન સાથે વિન્ટર થીમ તૈયાર કરવામાં આવી છે. આમાં એક એનિમેટેડ કાર્ટુન છે જે સ્નોફોલને એન્જોય કરે છે. આ દિવસે ઉત્તર ગોળાર્ધમાં સૌથી નાનો દિવસ તેમજ લાંબી રાત હોય છે જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને સૌથી નાની રાત હોય છે.
સોલ્સિટસ શબ્દ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે જેનો મતલબ થાય છે કે હાલમાં સૂર્ય સ્થિર છે. કેટલાક દેશોમાં આ સ્થિતિ તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. વિન્ટર સોલ્સિટસની જેમ જ ઉનાળામાં સમર સોલ્સિટસ પણ હોય છે. આ તારીખ 21 જૂનની આસપાસ હોય છે અને એની અસર સાવ વિરૂદ્ધ હોય છે. માન્યતા પ્રમાણે આને ધર્નુમાસનો અંતિમ દિવસ ગણવામાં આવે છે.