નવી દિલ્હી: 'તાંડવ' વેબ સિરીઝ રિલીઝ થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. અનેક સંગઠનો અને ભાજપના નેતાઓ તેના પર પ્રતિબંધ મુકવા માંગ કરી રહ્યા છે. આ વચ્ચે માહિતી પ્રસારણ મંત્રાલયે (I&B Ministry) 'તાંડવ' વેબ સિરીઝ અંગે એમેઝોન પાસેથી સ્પષ્ટતા માંગી છે. મંત્રાલયે એમેઝોન પ્રાઈમને (Amazon Prime) સોમવારે 'તાંડવ'ના કન્ટેન્ટ અંગે જવાબ આપવા કહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
શુક્રવારે અભિનેતા સૈફ અલી ખાન-ડિમ્પલ કાપડિયા અને અલી ઝીશાન આયુબ સ્ટારર વેબ સિરીઝ 'તાંડવ' રિલીઝ થઈ છે. આ સિરીઝમાં કેટલાક સીન રિલીઝ થયા બાદ ઘણા લોકો વાંધા નોંધાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિભાગે 'તાંડવ' સામે માહોલ બનાવવાનું શરૂ કર્યું છે. દાવો કરવામાં આવી રહ્યા છે કે આ સિરીઝમાં ઝીશાન આયુબે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે. આને કારણે, #BoycottTandav ટ્રેન્ડ કરાવવામાં આવ્યું.


આ પણ વાંચો:- શાહિદ કપૂર જલદી દેખાશે 'જર્સી'માં: ચાહકો આતૂરતાનો આવશે અંત, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ


ભાજપે કરી એક્શનની માંગ
ભાજપ સાંસદ મનોજ કોટકે કહ્યું છે કે, આ સિરીઝ દ્વારા હિન્દુઓની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી છે. આ સિરીઝના મેકર્સ અને એક્ટર્સ સામે કેસ નોંધવામાં આવે. તેમણે આ મામલે માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પણ પત્ર લખ્યો હતો. જેમાં સિરીઝ પર એક્શન લેવાની વાત કરવામાં આવી છે.


આ પહેલા મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે સૈફ અલી ખાન પર નિશાન સાધતા કહ્યું હતું કે તે ફરી એકવાર વેબ સીરીઝનો ભાગ બન્યા છે જેમાં હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. આ અંગે તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


આ પણ વાંચો:- મહાનાયક અમિતાભ બચ્ચને કોરોના વિશે શું કહ્યું, જાણો


વિવાદનું કારણ
તમને જણાવી દઈએ કે, સિરીઝમાં સૌથી વધુ ઝીશાન આયુબનો વીડિયો શેર કરીને 'તાંડવ'નો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં આયુબ ભગવાન શિવ બનીને અભિનય કરી રહ્યો છે. તે વીડિયોમાં ઝીશાન કેમ્પસના વિદ્યાર્થીઓની આઝાદીની વાત કરી રહ્યો છે. તે કહી રહ્યો છે કે આ વિદ્યાર્થીઓને દેશમાં રહીને સ્વતંત્રતા જોઈએ છે, દેશમાંથી સ્વતંત્રતા નથી જોઈતી. 'તાંડવ'ના આ દ્રશ્યને લઈને લોકોએ સોશિયલ મીડિયા પર જોરદાર વાંધો ઉઠાવ્યો છે.


આ પણ વાંચો:- Virat Kohli એ પુત્રીના જન્મ પછી હાંસલ કર્યું સફળાતનું આ નવું શિખર, જાણો


પોલિટિકલ ડ્રામા પર આધારિત 'તાંડવ'માં મુખ્ય ભૂમિકામાં ઘણા મોટા કલાકારો છે જેમાં સૈફ અલી ખાન, ઝિશાન આયુબ સાથે ડિમ્પલ કાપડિયા, દિનો મોરિયા, તિગ્માંશુ ધુલિયા, સુનીલ ગ્રોવર અને ગૌહર ખાન છે. આ વેબ સિરીઝને ઓટીટી પ્લેટફોર્મ Amazon Prime વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. હાલમાં સોમવારે માહિતી પ્રસારણ મંત્રાલયે Amazon પાસે જવાબ માંગ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube