શાહિદ કપૂર જલદી દેખાશે 'જર્સી'માં: ચાહકોની આતૂરતાનો આવશે અંત, આ તારીખે રિલીઝ થશે ફિલ્મ
'કબિરસિંહ'ની સફળતા પછી ફરી એકવાર રૂપેરી પડદે ધૂમ મચાવવા માટે શાહિદ કપૂર તૈયાર છે. શાહિદના દમદાર અભિનયવાળી જર્સી ફિલ્મની ચાહકો આતૂરતાથી જોઈ રહ્યાં છે રાહ.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ તમે શાહિદ કપૂરના ફેન છો તો આ ખબર તમારા માટે છે. કબિરસિંહ ફિલ્મની સફળતા બાદ શાહિદ કપૂર ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. શાહિદની આગામી ફિલ્મ જર્સીની તેમના ચાહકો આતૂરતાથી રાહ જોઈ રહ્યાં છે. ત્યારે કોરોના કાળમાં આ ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યા બાદ શાહિદે ફિલ્મને લઈને ટ્વીટ કર્યું છે.
JERSEY releasing in theatres this DIWALI 5th November 2021. The triumph of the human spirit. A journey I am so very proud of. This ones for the TEAM .... @mrunal0801 @gowtam19 @GeethaArts@theamangill @SVC_official @SitharaEnts pic.twitter.com/WvDz7llMpv
— Shahid Kapoor (@shahidkapoor) January 17, 2021
શાહિદ કપૂરે રવિવારે જાહેરાત કરી હતી કે, આવનાર સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ 'જર્સી' દિવાળી પર જ રીલિઝ થશે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર શાહિદે લખ્યું કે, 'જર્સી પાંચ નવેમ્બર 2021ના રોજ દિવાળી પર થિએટરમાં રીલિઝ થશે. એવી મુસાફરી જેના પર મને ગર્વ છે. આ ટીમ માટે છે.'
તેલુગુ ફિલ્મની રિમેક છે જર્સી
શાહિદની કબિરસિંહ ફિલ્મ પણ સાઉથની રિમેક હતી એ જ રીતે આગામી ફિલ્મ જર્સી પણ સાઉથની ફિલ્મની રિમેક છે. આ ફિલ્મમાં શાહિદની વિરુદ્ધ લીડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર છે. ડિરેક્ટર Gowtham Tinnanuri ની આ ફિલ્મમાં પંકજ કપૂર પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 'જર્સી' ક્રિટિકલી એક્લેમ્ડ અને કોમર્શિયલ સક્સેસફૂલ તેલુગુ ફિલ્મની રીમેક છે.
It’s a film wrap on #jersey.... 47 days of the shoot during covid. Just unbelievable. I am so proud of the entire team. It’s nothing short of a miracle. I want to thank each & everyone from the unit for coming to set every day, putting themselves at risk & doing what we all love. pic.twitter.com/KjXCNMOBlD
— Shahid Kapoor (@shahidkapoor) December 15, 2020
કોરોના કાળમાં પુરું થયું ફિલ્મનું શૂટિંગ
નોંધનીય છે કે, ટીમે ડિસેમ્બર 2020માં શૂટિંગ પૂરું કર્યુ હતું. જેની જાણકારી પોતે શાહિદે જ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ દ્વારા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન 47 દિવસનું શૂટિંગ ચાલ્યું હતું.
દિવાળી પર દર્શકોને મળશે અનોખી ભેટ
ફિલ્મના પ્રોડ્યૂસર અમન ગિલે એક નિવેદનમાં કહ્યું કે, 'દિવાળી વર્ષનો સૌથી મોટો તહેવાર છે અને આ જર્સી દર્શકો સામે રજૂ કરવાનો આ પર્ફેક્ટ ટાઈમ છે. એ સમયે પરિવારના દરેક લોકો સાથે મળીને આ મુસાફરીને સેલિબ્રેટ કરી શકે છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે