Happy Birthday Govinda: એક્ટર ગોવિંદાએ જ્યારે ફિલ્મી દુનિયામાં પગલું માંડ્યું ત્યારે તેણે વિચાર્યું પણ નહોતું કે તે પોતાની મહેનતના દમ પર આટલો લાંબો સફર કરી શકશે. પણ ગોવિંદાએ તે કરી બતાવ્યું. મુંબઈની ચાલીની સાંકડી શેરીઓ અને ગરીબીમાંથી બહાર આવીને ગોવિંદાએ બોલીવુડમાં પ્રવેશ કર્યો સાથે જ પોતાની એક અલગ ઓળખ પણ બનાવી. 80-90ના દાયકામાં એક તરફ સલમાન ખાન, શાહરૂખ ખાન, અક્ષય કુમાર અને આમિર ખાન જેવા કલાકારો હતા તો બીજી તરફ ગોવિંદાનો દબદબો હતો. ઈન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા હતી કે ગોવિંદા એક દિવસ ખાન સ્ટાર્સને 'ખાઈ જશે'. ગોવિંદાએ સ્ટારડમનું એવું સ્વરૂપ જોયું હતું, જે તેની સાથેના અન્ય કલાકારોએ ભાગ્યે જ જોયું હશે. તે એક સાથે ડઝનેક ફિલ્મો કરી રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોવિંદાએ ફિલ્મ 'લવ 86'થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મ સુપરહિટ રહી અને ગોવિંદાને રાતોરાત સ્ટાર પણ બનાવી દીધો. ગોવિંદા પર ફિલ્મોનું જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ હતી. તેની શરૂઆતના ચાર વર્ષમાં ગોવિંદાએ 40 ફિલ્મો કરી હતી. ગોવિંદા એક પછી એક ફિલ્મો કરી રહ્યા હતા અને બધા તેને જોઈ રહ્યા હતા.


એકસાથે સાઈન કરી 70 ફિલ્મ્સઃ
ગોવિંદાએ એકવાર ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ડેબ્યૂના તરત જ તેમને 70 ફિલ્મો સાઈન કરી હતી. ગોવિંદાએ આ વાત 35 વર્ષ પહેલાં પોતાની ફિલ્મ ઘર મેં રામ ગલી મેં શ્યામના સેટ પર કરી હતી. તેનો વીડિયો યૂટ્યૂબ પર પણ હાજર છે. ગોવિંદાએ કહ્યું કે, મેં એક સાથે 70 ફિલ્મો સાઈન કરી હતી. 


એક દિવસમાં 5-5 ફિલ્મોમાં કામઃ
જો કે, ગોવિંદા તે તમામ ફિલ્મોને પૂરી ન કરી શક્યા અને એટલો સમય પણ નહોતો. એટલા માટે તેમને અમુક ફિલ્મો છોડવી પડી. ગોવિંદાએ કહ્યું કે હતું કે, અમુક ફિલ્મ બંધ થઈ ગઈ અને અમુકને તેઓ પોતાની ડેટ્સ ન આપી શક્યા. ગોવિંદાના કહેવા મુજબ તે સમયે તેમને દિવસ-રાતની પણ ખબર ન હતી. તેઓ શૂટ માટે એક સેટથી બીજા સેટ પર ભાગદોડ કરતાં હતા. ત્યારે તોએ દિવસમાં 5-5 ફિલ્મોમાં કામ કરતાં હતા. ગોવિંદાએ યુવાનીમાં ભલે સ્ટારડમનો સ્વાદ લીધો પરંતુ તેમનું બાળપણ તો આર્થિક તંગીમાં જ વિત્યું હતું.


આર્થિક તંગીમાં વિત્યું બાળપણઃ
ગોવિંદાએ એક અન્ય ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તેઓ ઘરનું રાશન લેવા દુકાન પર જતાં હતા ત્યારે તે દુકાનદાર તેમને કલાકો સુધી બહાર ઉભા રાખતો હતો. કેમ કે, તેની પાસે રાશન માટે પૈસા ન હતા. ગોવિંદાના પિતા અરુણ આહૂજા 40 અને 50ના દશકના જાણીતા એક્ટર હતા. તેમની માતા નિર્મલા દેવી પણ એક જાણીતી સિંગર અને એક્ટ્રેસ રહી ચૂકી છે. પરંતુ ગોવિંદાના પિતાએ પ્રોડ્યુસ કરેલી એક ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે પછડાય અને પરિવારને ખૂબ જ ખરાબ દિવસો જોવાનો વારો આવ્યો. આ ફિલ્મમાં અરુણ આહૂજાએ જીવનભરની જમાપૂંજી લગાવી દીધી હતી. ફિલ્મ ન ચાલી ત્યારે પરિવારને ખુબ જ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો. ત્યારે ગોવિંદાના પરિવારને પોતાનું ઘર પણ વેચવું પડ્યું. પછી ગોવિંદા વિરાર ચાલીમાં રહેવા લાગ્યા હતા. પરંતુ પછી સમયનું પૈડું એવું ફર્યું કે ગોવિંદા સ્ટાર બની ગયા. આજે તેઓ ખુબ જ સારી લાઈફ જીવી રહ્યા છે.