મુંબઈ : બોલિવૂડમાં અનેક સ્ટાર સંતાનો કામ કરી રહ્યા છે. જાન્હવી કપૂર અને સારા અલી ખાન પછી હવે ગોવિંદાનો દીકરો યશવર્ધન બોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયાર છે. યશવર્ધન હાલમાં ખાસ ટ્રેઇનિંગ લઈ રહ્યો છે જેથી તે સફળતાપૂર્વક એન્ટ્રી કરી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીના કપૂર ખાનને મળી એક મોટી ફિલ્મ, ટોચની હિરોઇનો રહી ગઈ હાથ ઘસતા


એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં યશવર્ધન સોશિયલ મીડિયા પર સક્રિય છે. ગોવિંદાની દીકરી નર્મદા પહેલાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચુકી છે પણ તેને સફળતા નથી મળી. બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં તેણે પોતાનું નામ બદલીને ટીના આહુજા કરી નાખ્યું હતું અને 2015માં સેકન્ડ હેન્ડ હસબન્ડથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે બોલિવૂડમાં સફળતા ન મળતા તેણે પંજાબી ફિલ્મો તરફ વળી જવાનું પસંદ કર્યું છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...