મુંબઈઃ બોલીવુડમાં 'ડિસ્કો ડાન્સર' બનીને હિન્દી સિનેમામાં પોતાની અલગ ઓળખ બનાવનાર મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)નો આજે જન્મદિવસ છે. તેઓ 1980ના દાયકામાં પોતાના સૂવર્ણ સમયમાં એક ડાઉન્સિંગ સ્ટારના રૂપમાં ઉભર્યા હતા. તેમની અલગ પ્રકારની ડાન્સ સ્ટાઇલ લોકોને ખુબ પસંદ આવી હતી. મિથુન દાનો જ્મ 16 જૂન 1952માં થયો હતો. તેમનું સાચુ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોતાના જમાનાના સુપરસ્ટાર રહેલા મિથુન દા ફિલ્મ અભિનેતા હોવાની સાથે-સાથે સામાજીક કાર્યકર્તા અને રાજ્યસભાના સાંસદ પણ રહી ચુક્યા છે. મિથુન દાનું રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માન કરવામાં આવી ચુક્યું છે. પોતાના કરિયરની શરૂઆત કલા ફિલ્મ મૃગયા (1976)થી કરી હતી. આ ફિલ્મમાં તેમને સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. 


મિથુન દાના ડાન્સે તેમને એક અલગ ઓળખ અપાવી હતી. મિથુન દાએ વર્ષ 1982માં ખુબ મોટી હિટ ફિલ્મ ડિસ્કો ડાન્સરમાં સ્ટ્રીટ ડાન્સર જમિમીની ભૂમિકા ભજવી હતી. તેમને આ કેરેન્ટર દર્શકોમાં લોકપ્રિય બનાવ્યા હતા. મિથુન દાને બે ફિલ્મ ફેર એવોર્ડ અને 3 નેશનલ એવોર્ડ મળ્યા છે. બોલીવુડના ઈતિહાસમાં તે એક સફળ અભિનેતાઓમાંથી એક છે.


સુશાંતના મોત બાદ અભિનવ કશ્યપે સલમાન ખાન પર સાધ્યું નિશાન, કહ્યુ- મારૂ કરિયર બરબાદ કર્યુ  


મિથુન દાએ બોલીવુડની હિન્દી ફિલ્મો સિવાય બાંલ્ગા, તમિલ, તેલુગૂ, ભોજપુરી, કન્નડ અને પંજાબી ભાષાની 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube