મુંબઈ: શનિવારે રાતથી અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન (Abhishek Bachchan)  મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અહીં તેમની તબિયત સ્થિર છે. હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યાં મુજબ સ્થિતિમાં સુધારો છે. કોરોના વાયરસ (Corona Virus) નો આગામી ટેસ્ટ લગભગ 5થી 6 દિવસ બાદ જ થશે. અમિતાભ બચ્ચનના ત્રણેય ઘર મુંબઈ મહાનગર પાલિકાના વોર્ડમાં આવે છે. એશ્વર્યા રાય અને પૌત્રી આરાધ્યાને જલસા બંગલા પર ક્વોરન્ટાઈન કરાયા છે. જ્યારે 26 સ્ટાફ મેમ્બર્સને જનકમાં રખાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઉપરાંત મુંબઈ મહાનગર પાલિકાના આંકડા મુજબ પશ્ચિમ વોર્ડમાં કોરોના ઝૂપડપટ્ટીની જગ્યાએ બંગલાઓ અને બિલ્ડિંગોમાં વધુ વધ્યો છે. કોરોનાને પહોંચી વળવા માટે મુંબઈ મહાનગર પાલિકાના પશ્ચિમ વોર્ડ દ્વારા અલગ અલગ પગલાં લેવાયા છે. 


અત્રે જણાવવાનું કે બચ્ચન પરિવારમાં જયા બચ્ચન, શ્વેતા બચ્ચન નંદા, અગસ્ત્ય નંદા અને નવ્યા નવેલી નંદાના પણ કોરોના ટેસ્ટ થયા હતાં પરંતુ તેમના રિપોર્ટ નેગેટિવ આવ્યાં. બીજી બાજુ અમિતાભ બચ્ચનના ચાહકો તેમના સ્વસ્થ થવા માટે દેશ ભરમાં પૂજા અર્ચના કરી રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube