Honey Singh ની પત્નીએ ખખડાવ્યો કોર્ટનો દરવાજો, સિંગર પર એવા આરોપ લગાવ્યા કે સ્તબ્ધ થઈ જશે ફેન્સ
બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર અને રેપર હની સિંહ (Honey Singh) માટે આવનારો સમય મુશ્કેલી ભર્યો બની શકે છે. હની સિંહની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) `ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ` અંતર્ગત કોર્ટમાં અરજી દાખલ કરી છે
નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ પ્લેબેક સિંગર અને રેપર હની સિંહ (Honey Singh) માટે આવનારો સમય મુશ્કેલી ભર્યો બની શકે છે. હની સિંહની પત્ની શાલિની તલવારે (Shalini Talwar) 'ધ પ્રોટેક્શન ઓફ વુમન ફ્રોમ ડોમેસ્ટિક વાયલેન્સ એક્ટ' અંતર્ગત કોર્ટમાં અરજી દાખલ કરી છે. શાલિનીએ તેની અરજીમાં હની સિંહની સામે શારીરિક હિંસા, યૌન હિંસા અને માનસિક ઉત્પીડન જેવા આરોપ લગાવ્યા છે.
કોર્ટે ફટકારી હની સિંહને નોટિસ
આ અરજી તીજ હજારી કોર્ટની મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સામે રજૂ કરવામાં આવી છે. કોર્ટે હની સિંહને (Honey Singh) નોટિસ ફટકારી છે અને આ નોટિસમાં હની સિંહને 28 ઓગસ્ટ પહેલા પોતાનો જવાબ ફાઈલ કરવા જણાવ્યું છે. કોર્ટે બંનેની જોઈન્ટ પ્રોપર્ટીથી છેડછાડ ન કરવા અને સ્ત્રીધનથી છેડછાડ નહીં કરવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો:- 20 લાખ ટેક્સ ચૂકવવા માટે અનુપમા કરશે એવું કામ...વિચાર્યું પણ નહીં હોય, જુઓ Video
Randeep Hooda એ 9 વર્ષ પહેલા Sunny Leone સાથે કર્યું હતું આ કામ, Photo થયો વાયરલ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube