Randeep Hooda એ 9 વર્ષ પહેલા Sunny Leone સાથે કર્યું હતું આ કામ, Photo થયો વાયરલ

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સ્ટાર્સમાંથી એક છે. પોતાના કરિયરમાં રણદીપ હુડ્ડાએ તમામ પ્રકારના રોલ નિભાવ્યા છે એને એક સમયે એવો પણ હતો જ્યારે તે સની લિયોની (Sunny Leone) સાથે ફિલ્મ જિસ્મ-2 (Jism-2) માં જોવા મળ્યો હતો

Randeep Hooda એ 9 વર્ષ પહેલા Sunny Leone સાથે કર્યું હતું આ કામ, Photo થયો વાયરલ

નવી દિલ્હી: બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા સ્ટાર્સમાંથી એક છે. પોતાના કરિયરમાં રણદીપ હુડ્ડાએ તમામ પ્રકારના રોલ નિભાવ્યા છે એને એક સમયે એવો પણ હતો જ્યારે તે સની લિયોની (Sunny Leone) સાથે ફિલ્મ જિસ્મ-2 (Jism-2) માં જોવા મળ્યો હતો. ફિલ્મ માટે રણદીપે ઘણા સુપર બોલ્ડ સીન આપ્યા હતા અને હવે તેણે ફિલ્મની એનિવર્સરી પર તે સમયને યાદ કર્યો છે.

9 વર્ષ પહેલા રણદીપે કર્યું આ કામ
3 ઓગસ્ટ 2012 ના રિલીઝ થયેલી આ ફિલ્મને આજે 9 વર્ષ થયા છે. રણદીપ હુડ્ડાએ (Randeep Hooda) આજથી 9 વર્ષ પહેલા ફિલ્મમાં સની લિયોની (Sunny Leone) સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં તેણે ઘણા એવા સીન આપ્યા જેને જોઇને ફેન્સના હૃદયના ધબકારા વધી ગયા હતા. રણદીપે ફિલ્મની એનિવર્સરી પર સની લિયોનીની સાથે તેની એક સુપર બોલ્ડ તસવીર શેર કરી છે.

બોલ્ડ અવતારમાં જોવા મળી સની લિયોની
ફોટોમાં સની લિયોની (Sunny Leone) પિંક કલરની બિકિનીમાં જોવા મળી રહી છે. ખુલ્લા વાળમાં સની લિયોની એકદમ હોટ લાગી રહી છે અને રણદીપ હુડ્ડા (Randeep Hooda) પણ આ તસવીરમાં ખુબ જ સેન્સેશ્નલ લાગી રહ્યો છે. આ તસવીર શેર કરવાની સાથે રણદીપ હુડ્ડાએ લખ્યું- '9 વર્ષ પહેલા... જિસ્મ-2'. થોડા જ કલાકોમાં આ તસવીરને લાખોની સંખ્યામાં લોકોએ લાઈક અને શેર કરી છે.

ફેન્સે કર્યા ફની કોમેન્ટ્સ
જ્યાં સુધી કોમેન્ટ સેક્શનની વાત છે તો રણદીપના (Randeep Hooda) ઘણા હરિયાણવી ફેન્સે તેના પર હસતા ઇમોજી બનાવી રિએક્શન આપ્યા છે. એક યૂઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું- 'ડટ જા માનસ. કુછ ની ધરા ઈન બાતો મેં'. રણદીપના એક અન્ય ફેન્સે પણ હરિયાણવીમાં કોમેન્ટ કરી- 'બચપન કા પ્યાર દેખ કર જાના'. એક યૂઝરે લખ્યું- 'ભાઈ યે ક્યા કર દિયા. જિસ્મ તુમ્હારા હે. આગ ઉધર લગી હૈ'.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news