Anupamaa Promo: 20 લાખ ટેક્સ ચૂકવવા માટે અનુપમા કરશે એવું કામ...વિચાર્યું પણ નહીં હોય, જુઓ Video

રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી સિરિયલ અનુપમામાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હાલમાં જ દેખાડવામાં આવ્યું હતું કે અનુપમા અને વનરાજે ફેક્ટરીની જમીન માટે 20 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે.

Anupamaa Promo: 20 લાખ ટેક્સ ચૂકવવા માટે અનુપમા કરશે એવું કામ...વિચાર્યું પણ નહીં હોય, જુઓ Video

નવી દિલ્હી: રૂપાલી ગાંગુલી સ્ટારર ટીવી સિરિયલ અનુપમામાં હાલ હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હાલમાં જ દેખાડવામાં આવ્યું હતું કે અનુપમા અને વનરાજે ફેક્ટરીની જમીન માટે 20 લાખ રૂપિયા ટેક્સ ચૂકવવાનો છે. અનુપમાની સાથે સાથે આખો પરિવાર ખુબ જ પરેશાન છે કે આખરે આટલા રૂપિયા આવશે ક્યાંથી? 

હવે મેકર્સે આ સિરિયલનો એક નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં અનુપમા પોતાના ઘરેણા ધ્યાનથી જુએ છે અને તેને પેક કરી રહી છે. આવનારા દિવસોમાં લાગે છે કે અનુપમા જ તેના પરિવારની સૌથી મોટી ચિંતા દૂર કરશે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by StarPlus (@starplus)

આ સિવાય પણ આવનારા એપિસોડમાં ઘણો ડ્રામા જોવા મળશે. શોમાં બાળકો જ અનુપમાની વિરુદ્ધમાં જતા જોવા મળશે. જ્યારે વનરાજ અને કાવ્યા વચ્ચે પણ ચકમક થશે. પુત્રી પાખી વારંવાર અનુપમાને દરેક વાત માટે જવાબદાર ઠેરવશે. બધી વાતો સાંભળીને અનુપમા તૂટી જશે. આ બાજુ પારિતોષ ઘરમાં પાખીનું વલણ જોઈને ગુસ્સેથી કાળઝાળ થઈ જશે. રોજ રોજની લડાઈ જોઈને તેનો ઘરમાં દમ ઘૂટશે. 

જેના કારણે અનુપમા તેને ઘર છોડીને પેન્ટ હાઉસમાં જતા રહેવાનું કહેશે. આ બધા ડ્રામા વચ્ચે હવે જોવાનું એ રહેશે કે પરિવારમાં ચાલી રહેલા ઘમાસાણને અનુપમા કેવી રીતે શાંત કરશે અને 20 લાખનો ટેક્સ ચૂકવી કેવી રીતે પરિવાર પરથી સૌથી મોટું સંકટ ટાળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news