લગ્ન પછી રણવીર-દીપિકાનો શું છે હનીમૂન પ્લાન? વાત થઈ ગઈ લીક
રણવીર અને દીપિકાના લગ્ન ઇટાલીમાં આટોપી લેવાયા છે
મુંબઈ : રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન ઇટાલીના એક ભવ્ય સમારોહમાં થઈ ગયા છે. ગુરુવારે આ જોડી સિંધી રિવાજ પ્રમાણે લગ્ન કરશે. આ લગ્ન થઈ જતા તેમના હનીમૂન પ્લાન વિશે ચર્ચા થવા લાગી છે. પહેલાં માનવામાં આવતું હતું કે રણવીર અને દીપિકા લગ્ન પછી તરત હનીમૂન માટે નહીં જાય. જોકે, હિન્દુસ્તાન ટાઇમ્સની માહિતી પ્રમાણે તેઓ લગ્ન પછી નાનકડું હનીમૂન પણ પ્લાન કરશે. હનીમૂન પછી બંને પોતાની ફિલ્મોમાં વ્યસ્ત થઈ જશે.
દીપિકા, રણવીર અને કોન્ડોમ ! કંપનીએ પણ પબ્લિસિટીની ગંગામાં ધોઈ લીધા હાથ
હાલમાં રણવીર સિંહ ફિલ્મમેકર ઝોયા અખ્તરની 'ગલ્લીબોય' અને રોહિત શેટ્ટીની 'સિંબા'માં વ્યસ્ત છે. દીપિકા પદુકોણ હવે એસિડ સર્વાઇવર લક્ષ્મી અગ્રવાલ પર બની રહેલી ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે.
રણવીર અને દીપિકાના લગ્નમાં મહેમાનોને ખાસ ફૂડ પીરસાયું હતું. દીપિકા સાઉથ ઈન્ડિયન છે અને આથી તેના લગ્નમાં મહેમાનોના સ્વાગત માટે સાઉથ ઇન્ડિયન ફૂડ ખાસ તૈયાર કરાયું હતું. દીપિકા મેંગલુરુથી હોવાના કારણે સાઉથ ઈન્ડીયન ફૂડ તૈયાર કરવા ખાસ કર્ણાટકથી શેફ બોલાવાય હતા. મેન્યૂમાં પુરણ પોળી અને રસમ જેવા વ્યંજનો હતા.