મુંબઇ: સ્વ. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની એક્સ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt)ની વચ્ચે સંબંધોની વાત વર્ષ 2018માં આવેલી ફિલ્મ જલેબીથી કહેવામાં આવી રહી છે. પરંતુ જો સંબંધની વાત કરવામાં આવે તો રિયા અને મહેશ ભટ્ટની વચ્ચે ફિલ્મના શરૂ થયા પહેલા પણ ઘણી વખત મુલાકાત થઇ હતી. એક ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાના કારણે બંને વચ્ચે ઘણી વખત મુલાકાતો થઇ હતી. રિયાએ તેના નિવેદનમાં કહ્યું કે, તે મહેશ ભટ્ટથી સલાહ લેતી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- CBIના ગેસ્ટ હાઉસ પહોંચ્યા Rhea Chakrabortyનો ભાઇ અને સુશાંતના કુક નીરજ


જાન્યુઆરી 2020માં મહેશ ભટ્ટે સુશાંત સાથે તેના ઘર પર મુલાકાત કરી હતી. સુશાંત અને મહેશ ભટ્ટની મુલાકાત કરાવવા પાછળ રિયાનું જ નામ સામે આવી રહ્યું છે. આ સાથે જ સુશાંત સિંહે એકવાર મહેશ ભટ્ટ સાથે તેની ઓફિસમાં મુલાકાત કરી હતી અને તેની પાછળ પણ રિયાનો હાથ હતો. મહેશ ભટ્ટની એસોસિએટ સુહિત્રા સેનગુપ્તાએ રિયા ચક્રવર્તીને લઇને એક ફેસબુક પોસ્ટ કરી હતી, જેમાં તેમણે શું કહ્યું હતું... આવો તમને જણાવીએ.


આ પણ વાંચો:- Sushant Suicide Case: જાણો શું હોઇ શકે છે CBIની તપાસમાં આજનો પ્લાન


સુહિત્રા સેનગુપ્તાએ તેમના ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, તેમણે રિયાને સ્ટ્રગલ કરતા જોઇએ છે. જ્યારે સુશાંત ક્લિનીકલ ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યો હતો અને રિયા તેને લઇને મુશ્કેલીમાં હતી. તે વારંવાર મહેશ ભટ્ટની ઓફિસમાં કાઉન્સિલ કરવા માટે ઘણી વખત આવતી હતી. ઘણી વખત મહેશ ભટ્ટને ફોન કરતી હતી અને વાત કરતી હતી. 


તેમની આ પોસ્ટમાં સુહિત્રા સેનગુપ્તાએ તે ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, કઇ રીતે એકવાર સુશાંત સિંહ રાજપૂતના ઘરની છત પર અમે બધા મળ્યા હતા અને મહેશ ભટ્ટને સુશાંતની સ્થિતિ જોઇને તેમને પહેલા લાગ્યું હતું કે, કંઇક ગડબડ છે. સુશાંતની સ્થિતિ જોઇને મહેશ ભટ્ટે તેમને તેમના ગુરૂની વાત યાદ આવી ગઇ હતી, જે તેમણે પરવીન બોબીને લઇને ભવિષ્યવાણી કરતા કહ્યું હતું કે, અલગ થઈ જાઓ નહીં તો આ તમારા માટે ડાઉનફોલની શરૂઆત હશે, આ વાત તેમણે મને પણ કહીં હતી.


આ પણ વાંચો:- સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ


જો કે, આ પોસ્ટ પર હંગામો થયા બાદ સુહિત્રા સેનગુપ્તાએ બાદમાં તેને ડિલીટ કરી દીધી હતી, પરંતુ મુંબઇ પોલીસે ના તો આ પોસ્ટને તેમની તપાસનો ભાગ બનાવ્યો અને ના મહેશ ભટ્ટથી આ વિશેમાં કોઇ પૂછપરછ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર