સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ 

14 જૂનના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)  પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તે અગાઉ આઠ જૂનના રોજ રિયા ચક્રવર્તીએ સુશાંતનું ઘર છોડી દીધુ હતું. અત્યાર સુધી એવું કહેવામાં આવતું તું કે સુશાંતના કહેવા પર રિયાએ આમ કર્યું હતું. તે આ સંબંધથી બહુ ખુશ નહતો. પરંતુ હવે રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt) ની વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે જે કઈક અલગ જ કહાણી જણાવે છે. આ ચેટ આઠ જૂનના રોજની હતી. આ ચેટથી એવી અટકળો લાગી રહી છે કે રિયા પોતે જ સુશાંતથી અલગ થઈ હતી. 

Updated By: Aug 21, 2020, 09:41 AM IST
સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ 
ફાઈલ ફોટો

મુંબઈ: 14 જૂનના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)  પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તે અગાઉ આઠ જૂનના રોજ રિયા ચક્રવર્તીએ સુશાંતનું ઘર છોડી દીધુ હતું. અત્યાર સુધી એવું કહેવામાં આવતું તું કે સુશાંતના કહેવા પર રિયાએ આમ કર્યું હતું. તે આ સંબંધથી બહુ ખુશ નહતો. પરંતુ હવે રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt) ની વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે જે કઈક અલગ જ કહાણી જણાવે છે. આ ચેટ આઠ જૂનના રોજની હતી. આ ચેટથી એવી અટકળો લાગી રહી છે કે રિયા પોતે જ સુશાંતથી અલગ થઈ હતી. 

સુશાંતના એક્સ ફ્લેટમેટે કરેલા ચોંકાવનારા ખુલાસામાં સૈફની લાડલીનું નામ આવ્યું સામે, આ કારણે કર્યું બ્રેકઅપ!

આ ચેટમાં રિયાએ મહેશ ભટ્ટને કહ્યું છે કે આયશા હવે ભારે દિલ અને રાહતના શ્વાસ સાથે આગળ વધી રહી છે. આપણો છેલ્લો કોલ આંખો ખોલનારો હતો. તમે મારા માટે એન્જલ છો. તમે ત્યારે પણ મારી સાથે હતાં અને આજે પણ મારી સાથે છો. 

મહેશ ભટ્ટનો જવાબ
જેના પર જવાબ આપતા મહેશ ભટ્ટે કહ્યું કે હવે પાછું વળીને ન જોતી, જે જરૂરી છે તેને શક્ય બનાવો. આ પગલાંથી તમારા પિતા ખુશ થશે. તમારા પિતાને મારા તરફથી ખુબ ખુબ પ્રેમ. 

સુશાંત કેસ: ઉદ્ધવ સરકાર-મુંબઈ પોલીસને SCએ માર્યા ભરપૂર ચાબખા, CBIને કેસ સોંપતી વખતે શું કહ્યું તે જાણો

રિયાએ મહેશ ભટ્ટનો આભાર પણ વ્યક્ત કર્યો. તેણે કહ્યું કે તમારી સાથે મારી મુલાકાત આ દિવસ માટે જ થઈ હતી. આ મારું સદભાગ્ય છે કે હું તમને મળી. આ ચેટ સામે આવ્યાં બાદ હવે રિયા પર સવાલ ઉભા થયા છે. તેણે પોતે જ સુશાંત સાથે સંબંધ તોડ્યો હોવાની અટકળો થઈ રહી છે. ચેટથી એ પણ સ્પષ્ટ થાય છે કે રિયાએ પોલીસ તપાસમાં બધુ સાચું કહ્યું નથી. એવી પણ ચર્ચા છે કે કદાચ રિયા પોલીસ તપાસમાં ખોટું બોલી રહી છે. 

રિયા ચક્રવર્તીના ફિલ્મી કરિયરનું 'THE END', નિર્દેશકોએ લેવાની ચોખ્ખી ના પાડી દીધી...

વાત જાણે એમ છે કે અત્યાર સુધી રિયા કહેતી હતી કે સુશાંત ડિપ્રેશનમાં હતો. સુશાંતના કારણે તેને પણ તણાવ થવા લાગ્યો હતો. તે સુશાંતને છોડવા માંગતી નહતી. સુશાંતના કહેવા પર તેણે આમ કર્યું. આ સાથે જ રિયાએ સુશાંતની બહેન ઉપર પણ એલફેલ આરોપ લગાવ્યાં હતાં. પરંતુ હવે રિયાની અને મહેશ ભટ્ટને ચેટ કઈક અલગ જ કહાણી રજુ કરી રહી છે જે રિયા માટે મુશ્કેલી બની શકે છે. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube