મુંબઈ : હૃતિક રોશનની આગામી ફિલ્મ સુપર 30 હવે કંગના રનૌતની મેન્ટલ હૈ ક્યાની સાથે રિલીઝ નહીં થાય. હૃતિકે હાલમાં ઇમોશનલ પોસ્ટ મારફતે સ્પષ્ટતા કરી છે કે તે પોતાની ફિલ્મને કંગનાની ફિલ્મ મેન્ટલ હૈ ક્યા સાથે રિલીઝ નથી કરવા ઇચ્છતો. આ પોસ્ટમાં હૃતિકે પોતાની ફિલ્મના પ્રોડ્યુસરોને આ ફિલ્મની રિલીઝ ડેટમાં ફેરફાર કરવાનું કહ્યું છે. 


આયુષ્યમાન લઈને આવી રહ્યો છે જબરદસ્ત ફિલ્મ, વિવાદાસ્પદ વાર્તામાં કોમેડીનો વઘાર


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગના અને હૃતિકના વણસેલા સંબંધો વિશે આખી દુનિયા જાણે છે. પહેલાં આ બંને સ્ટાર્સની ફિલ્મ એકસાથે 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની હતી. એ સમયે મણિકર્ણિકા અને સુપર 30નો સામનો થવાનો હતો. એ સમયે હૃતિકે પોતાની ફિલ્મની રિલીઝ ખસેડીને 26 જુલાઈએ કરી દીધી હતી. જોકે હવે કંગનાની બીજી ફિલ્મ મેન્ટલ હૈ ક્યા પણ હવે આ તારીખે રિલીઝ થવાની છે.  જોકે પછી વિવાદોને કારણે ‘સુપર 30’ની રિલીઝ ડેટ આગળ કરી દેવાઈ છે. હૃતિકે પોસ્ટમાં લખ્યું છે કે તે પોતાની ફિલ્મને કોઈપણ પ્રકારના મીડિયા સર્કસથી પ્રભાવિત થવા દેવા માગતો નથી અને આ જ કારણ છે કે તેણે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાનો નિર્ણય લીધો છે. હૃતિકે લખ્યું છે કે તે મેન્ટલ ટોર્ચરથી બચવા માગે છે. તેણે પોતાના પ્રોડ્યૂસર્સને ફિલ્મની ડેટ શિફ્ટ કરવાની અને જલ્દી નવી રિલીઝ ડેટની ઘોષણા કરવાની વિનંતી કરી છે. 


હૃતિકના ‘સુપર 30’ની રિલીઝ ડેટ શિફ્ટ થવા વિશે કંગનાએ કહ્યું કે, ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવા વિશેને નિર્ણય મધુ મન્ટેના અને એકતા કપૂરે એ નિર્ણય લીધો હતો કે, હૃતિકની ફિલ્મની ડેટ શિફ્ટ થશે અને તેની ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’ નક્કી રિલીઝ ડેટ પર રિલીઝ થશે. હું તો ખુશ છું કેમ કે, મારી ફિલ્મ સોલો રિલીઝ થશે. કંગનાએ એકતા કપૂરના વખાણ કરતા કહ્યું છે કે  આ નિર્ણયનું તે ખૂબ જ સન્માન કરે છે કારણ કે, ઈન્ડસ્ટ્રી પર તો પુરુષોનું વર્ચસ્વ હાવી છે. આવામાં ફિલ્મની ડેટ શિફ્ટ કરાવી શકવી આસાન કામ નહોતું. હું તેના સાહસનું સન્માન કરું છું.’


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...