નવી દિલ્હી: બોલીવુડની અભિનેત્રી હુમા કુરેશી હાલમાં વિદેશમાં પોતાની હોલીવુડ ફિલ્મનું શૂટિંગમાં વ્યસ્ત છે. સોમવારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર વાતાવરણ ગરમાઇ ગયું છે. તો લોકો પોતાની ખુશી અને વિરોધ બંને સોશિય મીડિયા પર વ્યક્ત કરી રહ્યાં છે. તો બીજી તરફ હુમા વિદેશમાં હોવાથી તે સમાચાર દ્વારા અહીં વિશે જાણવા મળી રહ્યું છે. જેને લઇને હુમાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા પૂછ્યું કે, કાશ્મીરમાં શું ચાલી રહ્યું છે, તેને કોઇ આ વિશે જણાવશે, કેમકે તેમનો પરિવાર ત્યાં રહે છે અને તેમની સાથે વાત થઇ શક્તી નથી. જણાવી દઇએ કે, જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન સમયમાં મોબાઇલ-ઇન્ટરનેટ જેવી તમામ સેવાઓ ઠપ્પ કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આર્ટિકલ 35A હટી ગઈ એ પછી વિવેક અગ્નિહોત્રીની પીએમ પાસે મોટી ડિમાન્ડ, કહ્યું કે...


હુમાએ પોતાની પોસ્ટમાં પૂછ્યું કે, કાશ્મીરમાં કેવા સંજોગો છે અને ત્યાંના લોકો માટે તે ચિંતિત છે. તે પાર્થના કરી રહી છે કે, બધુ જ યોગ્ય હોય.


Video : રિલીઝ થયું ધર્મેન્દ્રના પૌત્રની પહેલી ફિલ્મનું ટીઝર, યાદ આવી જશે બેતાબનો સની દેઓલ


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...