આર્ટિકલ 35A હટી ગઈ એ પછી વિવેક અગ્નિહોત્રીની પીએમ પાસે મોટી ડિમાન્ડ, કહ્યું કે...

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ નિર્ણય બદલ સરકારની પ્રસંશા કરી છે. 

આર્ટિકલ 35A હટી ગઈ એ પછી વિવેક અગ્નિહોત્રીની પીએમ પાસે મોટી ડિમાન્ડ, કહ્યું કે...

નવી દિલ્હી : દેશમાં બીજીવાર બનેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે બે મહિનાની અંદર જ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 35A હટાવી દીધી છે. આ નિર્ણય પછી સોશિયલ મીડિયામાં સરકારના વખાણ થયા છે. ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ નિર્ણય બદલ સરકારની પ્રસંશા કરી છે. એક્ટર વિવેક ઓબેરોયે પણ સોશિયલ મીડિયામાં પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા આપી છે. 

વિવેક અગ્નિહોત્રીએ કહ્યું છે કે તેઓએ હંમેશા પીએમ મોદીની નીતિ અને નિર્ણયોનું સમર્થન કર્યું છે. વિવેકે પોતાની ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે કાશ્મીરનો તો ઉકેલ આવી ગયો છે પણ હવે નક્સલ અને અર્બન નક્સલનો સફાયો કરવાનો સમય આવ્યો છે. 

Kashmir solved.

Now end #Naxalism and #UrbanNaxals.

— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 5, 2019

એક્ટર વિવેક ઓબેરોય ટ્વીટ કરી છે કે અખંડ ભારતનું સપનું પુરું કરવામાં અનેક જવાન શહીદ થઈ ગયા અને આજે એ સપનું પુરું થઈ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુભેચ્છા. 

Hats off and a big thank you to @narendramodi ji and @AmitShah ji from the heart of each and every patriotic Indian. #OneIndia #AkhandBharat #JaiHind 🇮🇳

Bye Bye #Article370 #35A 👋

— Vivek Anand Oberoi (@vivekoberoi) August 5, 2019

જમ્મુ અને કાશ્મીર રાજ્ય મામલે આજે મોદી સરકારે ઐતિહાસિક નિર્ણયો લીધા છે. આ મામલે ગૃહ મંત્રી અમિત શાહે રાજ્યસભામાં મોટી જાહેરાતો કરી છે. જેમાં તેમણે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સંકલ્પ રજુ કર્યો. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. આ સાથે જ આર્ટિકલ 35એને પણ હટાવવામાં આવી છે. અમિત શાહે આજે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુર્નગઠન વિધેયક પણ સદનમાં રજુ કર્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news