નવી દિલ્હી: બોલિવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)એ સુપ્રીમ કોર્ટની સામે આરોપ લગાવ્યો છે કે, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતાએ તેમના પુત્રને આત્મહત્યા કરવા દબાણ કર્યું હોવાનો આરોપ લગાવીને પટનામાં તેની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા માટે તેમના પ્રભાવનો ઉપયોગ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઇના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં ગળે ફાંસો ખાઘેલી હાલતમાં મળ્યો હતો. ત્યારથી મુંબઇ પોલીસ જુદા જુદા પાસાઓને ધ્યાનમાં રાખી આ મામલે તપાસ કરી રહી છે. રિયાએ બુધવારના સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી તેના વિરૂધ નોંધાયેલી એફઆઇઆરને પટનાથી મુંબઇ ટ્રાન્સફર કરવાનો અનુરોધ કર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એફઆઇઆરમાં રિયાની સામે લગાવેલા આરોપમાં સુશાંત સિંહના પિતા દ્વારા આમ મામલે તેને (રિયાને) ગેરકાયદેસર રીતે ફસાવા માટે પ્રભાવનો ઉપયોગ કરવામાં આવ્યાની ઝલક મળે છે.


આ પણ વાંચો:- સુશાંતની બહેન મીતૂનો ખુલાસો, ફ્લેટ પર કાલા જાદૂની પ્રેક્ટિસ કરતી હતી રિયા ચક્રવર્તી


અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજીકર્તા એક અભિનેત્રી છે અને તે 2012છી અભિનયની દુનિયામાં છે. વિચિત્ર તથ્યો અને પરિસ્થિતિઓમાં મૃતકના પિતા કૃષ્ણકિશોર સિંહની ઉશ્કેરણી પર આ કેસ નોંધી અરજકર્તાને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. રિયાએ પોતાની અરજીમાં કબૂલાત કરી છે કે તે રાજપૂત સાથે રહેતી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે અભિનેતાની મોતના કારણ અને તેને મળી રહેલી બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓથી ભારે આઘાતમાં છે.


આ પણ વાંચો:- વધુ એક એક્ટરના નિધનના આવ્યા સમાચાર, ઇંડસ્ટ્રીમાં શોકની લહેર


અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અરજદારને જાનથી મારી નાખવા અને બળાત્કાર કરવાની અનેક ધમકીઓ પણ મળી છે, અને મૃતકના મોતથી ઘેરા આઘાતમાં છે. રિયાના જણાવ્યા મુજબ તેણે શાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને હત્યાની ધમકી માટે પણ ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું, તે ઉલ્લેખ કરવો યોગ્ય હશે કે મૃતક અને અરજકર્તા 8 જુલાઈ, 2020 સુધી એક વર્ષ માટે સાથે રહ્યા. તે પછી તે અસ્થાયીરૂપથી મુંબઇ સ્થિત નિવાસ સ્થાને જતી રહી હતી.


આ પણ વાંચો:- પોલીસે નોંધ્યું અંકિતા લોખંડેનું નિવેદન, સુશાંતના બેંક એકાઉન્ટની કરી તપાસ


અરજીમાં કહેવામાં આવ્યું છે કે, 'મૃતક (સુશાંત) થોડા સમયથી ડિપ્રેસનમાં હતો અને તે આ માટે દવાઓ લઈ રહ્યો હતો. સુશાંતે 14 જૂન 2020ના રોજ બાંદ્રા સ્થિત તેના નિવાસસ્થાને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં અકુદરતી મોતની રિપોર્ટ નોંધવામાં આવી..... રિયાએ કહ્યું કે બાંદ્રા પોલીસે તેને ઘણીવાર બોલાવી તેના નિવેદનો નોંધ્યા છે અને તે સમજે છે કે મુંબઈ પોલીસ તપાસ હજી ચાલુ છે અને ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.


આ પણ વાંચો:- સુશાંત આપઘાત કેસઃ સુપ્રીમ કોર્ટે ફગાવી સીબીઆઈ તપાસની માગ


તેમણે કહ્યું કે સીઆરપીસીની કલમ 177ની વ્યવસ્થા છે કે, દરેક ગુનાની તપાસ અને સુનાવણી તે મેજિસ્ટ્રેટ દ્વારા થવી જોઈએ, જેના અધિકારક્ષેત્ર હેઠળ ગુનો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે સુશાંતના પિતા દ્વારા નોંધાયેલા કેસમાં જો કોઈ સત્યતા છે તો ગુનાની તપાસનો અધિકારક્ષેત્ર બાંદ્રા પોલીસ સ્ટેશનમાં રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube