સુશાંતની બહેન મીતૂનો ખુલાસો, ફ્લેટ પર કાલા જાદૂની પ્રેક્ટિસ કરતી હતી રિયા ચક્રવર્તી

સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં બુધવારે બિહાર પોલીસે અભિનેતાની બહેન મીતૂ સિંહ સાથે પૂછપરછ કરી. પોલીસે મીતૂને લગભગ 4 કલાક સુધી પૂછ્પરછ કરી અને ગોરેગાંવની અજ્ઞાત લોકેશન પર સ્ટેટમેન્ટ લીધું હતું.

સુશાંતની બહેન મીતૂનો ખુલાસો, ફ્લેટ પર કાલા જાદૂની પ્રેક્ટિસ કરતી હતી રિયા ચક્રવર્તી

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં બુધવારે બિહાર પોલીસે અભિનેતાની બહેન મીતૂ સિંહ સાથે પૂછપરછ કરી. પોલીસે મીતૂને લગભગ 4 કલાક સુધી પૂછ્પરછ કરી અને ગોરેગાંવની અજ્ઞાત લોકેશન પર સ્ટેટમેન્ટ લીધું હતું. પૂછપરછ દરમિયાન મીતૂ સિંહે જે સૌથી મોટી ચોંકાવનારી વાત બિહાર પોલીસે જણાવી હતી કે સુશાંત સિંહના ફ્લેટ પર રિયા ચક્રવર્તી બ્લેક મેજિકની પ્રેક્ટિસ કરતી હતી. મીતૂ સિંહને કાલા જાદૂ કરવાની વાત સુશાંત સિંહના ઘરના નોકરે જણાવી હતી.

બિહાર પોલીસને આપેલા નિવેદનમાં સુશાંત સિંહ રાજપૂતની બહેન મીતૂએ નિવેદનમાં જણાવ્યું હતું કે રિયા મોટાભાગે એક તાંત્રિકને લઇને સુશાંતના ફ્લેટ પર આવતી હતી. તે પૂજા પાઠ કરતી હતી, સુશાંતને તાવીજ પણ તે તાંત્રિકે આપ્યું હતું. આ સંબંધમાં સુશાંતના ઘરના રસોઇયા અને નોકરોએ પણ તેની પુષ્ટિ કરી છે. 

મીતૂ સિંહનું કહેવું છે કે સુશાંત સિંહની સારવારના નામ પર તેની પાસે આ બધુ કરાવવામાં આવી રહ્યું હતું. રિયાની મા તે તાંત્રિકને લઇને સુશાંતના ફ્લેટ પર આવતી હતી. અને પછી સુશાંતના રૂમમાં કલાકો પૂજા પાઠ કરવામાં આવતી હતી. જ્યારે પણ તાંત્રિક ઘરે આવતો સુશાંતના મિત્ર સિદ્ધાર્થ અને બાકી લોકોને ઘરમાંથી બહાર કરી દેવામાં આવતા હતા. જોકે હવે હવે પોલીસને એ વાત તપાસ કરવાની છે કે આ તાંત્રિક કોણ છે.

તો બીજી તરફ બિહાર પોલીસે અંકિત લોખંડેનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવ્યું છે. હવે જોવાનું એ છે કે સુશાંત સિંહના કેસમાં અંકિતાના સ્ટેટમેન્ટમાંથી કયા નવા તથ્ય સામે આવે છે. એટલું જ નહી બિહાર પોલીસની ટુકડી રાજપૂતની મિત્ર અભિનેત્રી રિયા ચક્રવર્તીના ઘર સહિત અનેક જગ્યાઓ પર ગઇ, પરંતુ રિયા પોતાના ઘરે મળી નહી. રિયાના વિરૂદ્ધ પટનામાં ફરિયાદ નોંધાવી છે જેમાં તેના પર રાજપૂતને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news