નવી દિલ્હી: રવિવારે મેનચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાયેલી આઇસીસી વર્લ્ડ કપ-2019ની મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 89 રનથી હરાવી સતત સાતમી જીત હાંસલ કરી છે. એક બાજુ જ્યાં શિખર ધવન ઇજાગ્રસ્ત હોવાના કારણે પાકિસ્તાનની સામે મેચ રમી શક્યો ન હતો, ત્યારે બીજી તરફ કેએલ રાહુલે તેની ગેરહાજરીનો અનુભવ થવા દીધો ન હતો. ગઇકાલની મેચમાં કેએલ રાહુલનું પર્ફોમન્સ જોઇને એવું કહી શકાય કે, તેણે એક સલામી બેટ્સમેનની જવાબદારી સારી રીતે નિભાવી છે. મેચ તો રોમાંચક હતી પરંતુ તેમાં બોલીવુડ સ્ટાર રણવીર સિંહએ પણ તડકો લગાવ્યો. તેણે મેચ દરમિયાન કોમેન્ટ્રી પણ કરી અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરતો જોવા મળ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- સલમાન ખાનને જેલ કે બેલ: ખોટું સોગંદનામું આપવા મામલે આજે આવશે નિર્ણય


મેચ શરૂ થયા પહેલા રણવીર ગ્રાઉન્ડની બહાર શિખર ધવન સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જણાવી દઇએ કે, રણવીર સિંહ હાલ ઇગ્લેન્ડમાં તેની આગામી ફિલ્મ ‘83’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ 1983માં ટીમ ઇન્ડિયા દ્વારા જીતવામાં આવેલા વર્લ્ડ કપ પર આધારિત છે, જેમાં રણવીર સિંહ પૂર્વ ઇન્ડિયન ક્રિકેટર કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે.


'સડક 2' પહેલાં મહેશ ભટ્ટે જાહેર કરી પોતાની મોટી ઇચ્છા ! દીકરી પૂજાએ આપ્યો સાથ


ઉલ્લેખનીય છે કે, ભારતે 1983 અને 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. જ્યારે પાકિસ્તાને 1992માં આ ખિતાબ જીત્યો હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1975, 1979, 1983, 1987માં કોઇ મુકાબલો થયો ન હતો. પહેલી વખત બંને ટીમ 1992માં આમને સામને જોવા મળી હતી અને ભારતે તેના પાડોસીની સામે જીતનો સિલસિલો શરૂ કર્યો હતો. તે આજ સુધી કાયમ છે.


વધુમાં વાંચો:- Funny Video : આ વીડિયો જોઈને અમિતાભને આવી મજા, કહ્યું કે...


હવે આ સિલસિલો સાત મેચ સુધી પહોંચી ગયો છે. આ સાથે જ ભારતે 2017 ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાનના હાથે મળેલી શર્મનાક હારનો પણ હિસાબ બરાબર કર્યો છે. પાકિસ્તાને મોટો સ્કોર કરી ભારતને 180 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે મેચ જૂનમાં જ લંડનના ધ ઓવલ મેદાન પર રમાઇ હતી.


જુઓ Live TV:- 


બોલિવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...