સલમાન ખાનને જેલ કે બેલ: ખોટું સોગંદનામું આપવા મામલે આજે આવશે નિર્ણય
કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલા અન્ય એક મામલે કોર્ટ આજે (સોમવાર) તેનો નિર્ણય સંભળાવી શકે છે. ખરેખરમાં કાળિયાર શિકાર કેસની સાથે સલમાન ખાન પર આર્મ્સ એક્ટનો કેસ પણ કરવામાં આવ્યો હતો
Trending Photos
જોધપુર: કાળિયાર શિકાર કેસ સાથે જોડાયેલા અન્ય એક મામલે કોર્ટ આજે (સોમવાર) તેનો નિર્ણય સંભળાવી શકે છે. ખરેખરમાં કાળિયાર શિકાર કેસની સાથે સલમાન ખાન પર આર્મ્સ એક્ટનો કેસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં તેના પર આરોપ છે કે, તેણે કોર્ટમાં ખોટું શપથ પત્ર દાખલ કર્યું છે.
સલમાન ખાન પર આરોપ છે કે, 1998માં કાળિયાર શિકાર કેસ દરમિયાન તેણે તેના હથિયારનું લાયસન્સ ગુમ થયું હોવાના કારણે સોગંદનામું દાખલ કર્યું હતું, જે ખોટું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવી શકે છે.
આ કેસને લઇને 11 જૂનના રોજ સીજેએમ ગ્રામીણ કોર્ટમાં સુનાવણી થઇ હતી. તે દરમિયાન, સલમાન ખાનના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે સલમાન ખાનનું એવું કોઇ ઇન્ટેશન ન હતું કે, તેઓ ખોટું સોગંદનામું આપે. એવામાં તેમની વિરૂદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા યોગ્ય નથી.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે