close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

Funny Video : આ વીડિયો જોઈને અમિતાભને આવી મજા, કહ્યું કે...

મહાનાયક અમિતાભે ટ્વિટર પર એક વીડિયો શેયર કરીને લોકોને મજા કરાવી દીધી છે

Updated: Jun 16, 2019, 04:36 PM IST
Funny Video : આ વીડિયો જોઈને અમિતાભને આવી મજા, કહ્યું કે...

નવી દિલ્હી : બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ રહે છે. હાલમાં અમિતાભે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેયર કરીને લોકોને ખુશ કરી દીધા છે. આ વીડિયો જેટલો રસપ્રદ છે એટલું જ રસપ્રદ એનું કેપ્શન છે. આ વીડિયો જોઈને અમિતાભના ચાહકો હસી રહ્યા છે. આ વીડિયોમાં એક પિતા તેના નાના દીકરાને ભોજનથી લલચાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં બહુ વાઇરલ થઈ રહ્યો છે. 

આ વીડિયો જોઈને અમિતાભનું દિલ પીગળી ગયું હતું અને તેણે કેપ્શનમાં લખી નાખ્યું કે અરે યાર, બિચારાને ખાવા તો દો. 

નોંધનીય છે કે હાલમાં અમિતાભની સખાવતની બહુ ચર્ચા છે. બિહારના 2100 ખેડૂતોનું દેવુ ચૂકવ્યા બાદ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વાર દુઃખી લોકોની વહારે આવ્યા છે. અમિતાભે પુલવામા આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને આર્થિક મદદ કરી છે. અમિતાભે પોતાના મુંબઈ નિવાસ પર પુલવામા હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારને આર્થિક મદદ કરતા ચેક સોંપ્યા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની દીકરી શ્વેતા નંદા અને પુત્ર અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.અમિતાભે શહીદોના પરિવારોને 5- 5 લાખના ચેકો આપ્યા હતા.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...