IIFA Awards 2019: આલિયા-રણવીર બન્યા Best Actors, દીપિકાને મળ્યો સ્પેશિયલ એવોર્ડ
આ વર્ષે આઇફા એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની ફિલ્મ `રાજી`ને મળ્યો. આ ફિલ્મમાં આલિયાએ એક જાસૂસની ભૂમિકા ભજવી હતી, જે દેશ માટે પાકિસ્તાનમાં જાસૂસી કરે છે. પોતાના આ પાત્ર માટે આલિયા ભટ્ટને આ વર્ષે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
નવી દિલ્હી: 20મા ધ ઇન્ટરનેશનલ ઇન્ડીયન ફિલ્મ એકેડમી એવોર્ડ્સ (IIFA Awards 2019)નો આગાજ શાનદાર રહ્યો, તેનો અંજામ પણ સ્ટાર્સની ચમક-દમક સાથે રહ્યો. આલિયા ભટ્ટ (Alia Bhatt) , દીપિકા પાદુકોણ, (Deepika Padukone) આદિતી રાવ હૈદરી (Aditi Rao Hydari), ઇશાન ખટ્ટર, સારા અલી ખાન, રણવીર સિંહ (Ranveer Singh) જેવા ઘણા સ્ટાર્સે એવોર્ડ જીત્યા. આ વર્ષે આઇફા એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ આલિયા ભટ્ટ અને વિક્કી કૌશલની ફિલ્મ 'રાજી'ને મળ્યો. આ ફિલ્મમાં આલિયાએ એક જાસૂસની ભૂમિકા ભજવી હતી, જે દેશ માટે પાકિસ્તાનમાં જાસૂસી કરે છે. પોતાના આ પાત્ર માટે આલિયા ભટ્ટને આ વર્ષે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો.
તો બીજી તરફ રણવીર સિંહને ફિલ્મ 'પદ્માવત'માં પોતાના અલાઉદ્દીન ખિલજીના પાત્ર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે આયુષ્માન ખુરાના ફિલ્મ 'અંધાધુન'ને સૌથી વધુ 13 નોમિનેશન મળ્યા હતા. જ્યારે બીજી તરફ મેઘના ગુલઝારની 'રાજી' અને સંજય લીલા ભણસાલીની 'પદ્માવત'ને 10 નોમિમેશન મળ્યા હતા. તો આ તરફ રણવીર કપૂરની સ્ટારર ફિલ્મ 'સંજૂ'ને 7 નોમિનેશન મળ્યા હતા.
IIFA 2019: સલમાન ખાન, આલિયા ભટ્ટ, દીપિકા પાદુકોણ, આવો જોવા મળ્યો Stars નો LOOK
આ વર્ષ બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ આયુષ્માન ખુરાનાની ફિલ્મ 'અંધાધુન'ના નિર્દેસહક શ્રીરામ રાઘવનને મળ્યો હતો. તો એક્ટર વિક્કી કૌશનને ફિલ્મ 'સંજૂ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ આપવમાં આવ્યો હતો. ફિમેલ કેટેગરીમાં આ પુરસ્કાર 'પદ્માવત'ની અદિતિ રાવ હૈદરીને મળ્યો હતો.
એક્ટ્રેસ સારા અલી ખાનને તેમની ફિલ્મ 'કેદારનાથ'ના બેસ્ટ ડેબ્યુટેંટનો એવોર્ડ મળ્યો જ્યારે મેલ કેટેગરીમાં આ પુરસ્કાર 'ધડક' માટે ઇશાન ખટ્ટરને આપવામાં આવ્યો હતો.
તમને જણાવી દઇએ કે આઇફા એવોર્ડસ નાઇટ મુંબઇના નેશનલ સ્પોર્ટ્સ ક્લબ ઓફ ઇન્ડીયા (NSCI) માં આયોજિત કરવામાં આવ્યો. અહીં રેડ કાર્પેટ પર દીપિકા પાદુકોણ, (Deepika Padukone) સલમાન ખાન (Salman Khan), રણવીર સિંહ (Ranveer Singh), આલિયા ભટ્ટ (Alia Bhatt) , માધુરી દીક્ષિત, કેટરિના કૈફ જેવા સ્ટાર પોતાની ચમક વિખેરતા જોવા મળ્યા. 20 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવર આ એવોર્ડ ફંકશન ભારતમાં યોજાયો હતો.