Imtiaz Ali Madhubala's House: ફિલ્મમેકર ઈમ્તિયાઝ અલીએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેઓ એક હોરર મૂવી ડાઈરેક્ટ કરવા માંગે છે અને આ અંગે તેમણે ખુબ વિચાર્યું છે. ઈમ્તિયાઝ અલીએકહ્યું કે તેઓ લોકોને ડરાવવા માંગતા નથી, પરંતુ તેઓ પોતાની ફિલ્મમાં ઊંડાણ પણ રાખવા માંગે છે. તેમણે હાલમાં જ વિતેલા જમાનાની અત્યંત ખુબસુરત અને ચુલબુલી અભિનેત્રીના જૂના ઘરમાં શુટિંગનો એક કિસ્સો શેર કર્યો જેના વિશે કેટલાક લોકોનું માનવું હતું કે તે ઘરમાં અભિનેત્રીનું ભૂત ફરે છે. ઈમ્તિયાઝ અલીએ કહ્યું કે તેઓ ભલે ભૂતોમાં વિશ્વાસ કરતા ન હોય પરંતુ તેમણે એકલા હાથે ઘરના અંધેરા ખૂણાઓને એક્સપ્લોર કર્યા. તેમણે એમ પણ કહ્યું કે આ દરમિયાન તેમને ડર અને ફેસિનેશન બંને મહેસૂસ થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રણવીર અલાહાબાદિયાના પોડકાસ્ટમાં ઈમ્તિયાઝ અલીએ આ કિસ્સાને શેર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મધુબાલાનું એક ઘર હતું, તેને કિસ્મત બંગલો કહેતા હતા. હવે તેનું રિનોવેશન કરાયું છે. પરંતુ પહેલાના સમયમાં આ ઘરને રાતે શુટિંગ કરવા માટે અપાતું નહતું. લોકો સામાન્ય રીતે રાતે ત્યાં શુટિંગ કરવા માંગતા પણ નહતા. કારણ કે તેમનું માનવું હતું કે આ જગ્યાએ અભિનેત્રીનું ભૂત રહે છે. 


'એકલો અંધારા ખૂણામાં ફરતો હતો'
ઈમ્તિયાઝ અલીએ વધુમાં કહ્યું કે આ સાચું છે કે નહીં તે કોને  ખબર પરંતુ લોકોએ આ જ વિશ્વાસ કર્યો. ફિલ્મમેકરે વધુમાં કહ્યું કે મે ત્યાં રાત્રે ઘણું શુટિંગ કર્યું અને હું એકલો તે ઘરના સૌથી શાંત, અંધારા ખૂણામાં જતો હતો. મને થતું હતું કે શું મધુબાલાનું ભૂત આવશે. જો કે હું આત્માઓમાં વિશ્વાસ કરતો નહતો. પરંતુ મને તે ફિલિંગ યાદ છે. આ ફક્ત હોરર નહતું, તેમાં એક રોમેન્ટિસિઝમનો અહેસાસ પણ હતો. આ એક રસપ્રદ કોમ્બિનેશન હતું. 



36 વર્ષે મોત
અહીં જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે વિતેલા જમાનાની અત્યંત બોલ્ડ, બ્યુટિફૂલ અને ચુલબુલી અભિનેત્રી મધુબાલા છે. દિગ્ગજ અભિનેત્રી મધુબાલાએ મુઘલ એ આઝમ, હાફ ટિકિટ, જાલી નોટ, ઝૂમરું, બરસાત કી રાત, હાવડા બ્રિજ, ચલતી કા નામ ગાડી જેવી સુપરહિટ ફિલ્મો આપી છે. મધુબાલાની ગણતરી આજે પણ બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાં થાય છે. મધુબાલાનું નિધન વર્ષ 1969માં માત્ર 36 વર્ષે બીમારી સામે ઝઝૂમતા થયું હતું.