મુંબઈઃ બોલીવુડ અભિનેતા સોનૂ સૂદના ઘરે આવકવેરા વિભાગે 'સર્વે' કર્યો છે. આવકવેરા વિભાગની ટીમ સવારે સોનૂ સૂદના ઘરે પહોંચી હતી. સૂત્રો પ્રમાણે આઈટી વિભાગે સોનૂ સૂદ સાથે જોડાયેલી છ જગ્યાઓ પર સર્વે કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 133A ની જોગવાઈઓ હેઠળ હાથ ધરાયેલા 'સર્વે (ખાતાનું નિરીક્ષણ) અભિયાનમાં, આવકવેરા અધિકારીઓ માત્ર વ્યવસાયિક પરિસર અને તેની સાથે જોડાયેલા પરિસરમાં જ નિરીક્ષણ કરે છે. જો કે, સત્તાવાળાઓ દસ્તાવેજો જપ્ત કરી શકે છે.

મહત્વનું છે કે સોનૂ સૂદ કોરોના કાળની શરૂઆત બાદ લોકોની મદદ માટે ખુબ જાણીતો થયો છે. પરંતુ તેના આલોચક મદદ માટે થનારા ફન્ડિંગ માટે સવાલ ઉઠાવતા રહ્યા છે. હાલના દિવસોમાં સોનૂ સૂદને દિલ્હીની કેજરીવાલ સરકારે મેમ્ટરશીપ પ્રોગ્રામ માટે એમ્બેસેડર બનાવ્યો છે. 


[Story Under Updation]


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube