Banned Films Where to Watch: દર વર્ષે ભારતમાં ઘણી ફિલ્મો તૈયાર કરવામાં આવે છે અને રિલીઝ પણ થાય છે. પરંતુ ફિલ્મ્સ એવી પણ છે જેમને ભારતમાં તૈયાર તો કરવામાં આવી પરંતુ રિલીઝ કરવામાં ન આવી. અમે તે ફિલ્મો વિશે તમને જણાવી રહ્યા છીએ જે પોતાના બોલ્ડ કંટેન્ટ અને હટકે વિષયોના લીધે ભારતમાં બેન થઇ ગઇ. આ ફિલ્મોને તમે ક્યાં જોઇ શકો છો તેમાં એવું શું હતું કે રિલીઝ થઇ ન શકી. આવો જાણીએ આ બધુ... 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Lipstick under my Burkha
લિપસ્ટિક અંડર માઇ બુરખા 2016 ની એક ફિલ્મ છે જેમાં રત્ના પાઠક શાહ, કોંકણા સેન શર્મા, આહાના કુમરા અને વિક્રાંત મૈસી જેવા સ્ટાર્સ સામેલ છે. મહિલાઓની ઇચ્છાઓ વિશે વાત કરનાર આ ફિલ્મને સેંસર બોર્ડે રિલીઝ ન થવા દીધી કારણ કે તેમના મુજબ તેમાં સેક્શુઅલ સીન્સ, ગાળાગાળી અને ઓડિયો પોર્નોગ્રાફી હતી. આ ફિલ્મને તમે અમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઇ શકે છે. 


Bandit Queen
ફૂલન દેવીની કહાની પર બનેલી આ ફિલ્મને શેખર કપૂરે બનાવ્યું હતું અને 1994 માં તેને રિલીઝ કરવાની હતી. સીમા બિસ્વાસે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તમને જણાવી દઇએ કે આ ફિલ્મની રિલીઝને લઇને પણ ખૂબ સમસ્યા આવી હતી. આ ફિલ્મને હવે તમે અમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઇ શકો છો. 


Fire 
દીપા મેહતાની ફાયર એક ઇરોટિક રોમાન્ટિક ડ્રામા છે જેમાં શબાના આઝમી અને નંદિતા દાસે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. ફિલ્મની બંને મહિલાઓને તેમના પતિને છોડી દીધા હતા અને પછી તેમની વચ્ચે એક સંબંધ બને છે. આ ફિલ્મની રિલીઝને લઇને પણ ખૂબ બબાલ થઇ હતી. ફાયર હાલ યૂટ્યૂબ પર ઉપલબ્ધ છે. 


Garbage 
2018 ની ફિલ્મ ગાર્બેઝ એક મહિલાની કહાની છે જેના સેક્સ ટેપ લીક થઇ જાય છે. આ મહિલા પર દરેક કોઇ સવાલ ઉઠે છે અને એક ટેક્સી ડ્રાઇવર તો મહિલાને કિડનેપ પણ કરી લે છે અને એક પાંજરામાં બંધ કરી દે છે. જો તમે આ ફિલ્મ જોવા માંગો છો તો તમને જણાવી દઇએ કે આ તમને નેટફ્લિક્સ પર મળી જશે.