DeepVeer Wedding : લગ્ન પહેલાં લેવાયો મોટો વીમો કારણ કે...
દીપિકા અને રણવીરે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ પાસે પોતાના લગ્નનો વીમો ઉતરાવ્યો છે
મુંબઈ : બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં હવે માત્ર 1 દિવસ બાકી છે. 14 નવેમ્બરે આ જોડી ઇટાલીના લેક કોમો ખાતે લગ્ન કરવાના છે. તેમના લગ્નની તમામ તૈયારી થઈ ગઈ છે. લગ્ન માટે પરિવાર ઇટાલી પહોંચી ગયો છે અને વિધિ શરૂ થઈ ગઈ છે. લગ્નની આ દોડધામમાં રણવીર અને દીપિકા પોતાના લગ્નન વીમો ઉતારવાનું ભુલ્યા નથી. સરકારી વીમા કંપની ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ પાસે આ વીમો ઉતારાયો છે અને આ પોલિસી રણવીર સિંહના નામે ઇશ્યૂ કરવામાં આવી છે. હકીકતમાં વિદેશની ધરતી પર ભવ્ય લગ્નનું પ્લાનિંગ હોવાથી આ વીમો લેવાયો છે.
બોલિવૂડના સ્ટાર્સ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ 14-15 નવેમ્બરે લગ્નના બંધનમાં બંધાશે. આ જોડીના લગ્ન કોંકણી અને સિંધી રિવાજોથી થશે. આ જ કારણે લગ્ન બે દિવસ ચાલશે. આ સિવાય 13 નવેમ્બરે રણવીર-દીપિકાની સંગીત સેરેમની થશે. 14 તારીખે બંને કોંકણી વિધિથી લગ્ન કરશે અને 15 તારીખે સિંધી રિવાજથી લગ્ન કરશે.
આ જોડી ભારત આવીને મુંબઈ અને બેંગ્લુરુમાં ભવ્ય રિસેપ્શન આપવાની છે. આ જોડીએ પોતાના રિસેપ્શન કાર્ડમાં મહેમાનો પાસે એક શરત મૂકી છે. હકીકતમાં દીપિકા અને રણબીરના લગ્નનું રિસેપ્શન 28 નવેમ્બરના દિવસે મુંબઈમાં થવાનું છે અને એ માટેના આમંત્રણકાર્ડ તમામ મિત્રો અને પરિવારજનો પાસે પહોંચી ગયા છે. આ કાર્ડમાં જોડીએ પોતાના મહેમાનો અપીલ કરી છે કે તેઓ લગ્નમાં કોઈ ગિફ્ટ લઈને ન આવે. જો મહેમાનોને કોઈ ગિફ્ટ આપવી હોય તો 'ધ લિવ લવ લાફ ફાઉન્ડેશન'ને દાન કરી શકે છે. આ એનજીઓ દીપિકાની છે જે માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધારવાનું કામ કરે છે.