ઇરફાન ખાન ટૂંક સમયમાં સિલ્વર સ્ક્રીન પર કરશે વાપસી, આ ફિલ્મ કરી સાઇન
તેમણે `હિંદી મિડીયમ 2` ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ પણ સ્વિકારી લીધો છે. `હિંદી મિડીયમ` ફિલ્મની આ સિક્વલની જાહેરાત ફેબ્રુઆરી 2018માં કરવામાં આવી હતી.
નવી દિલ્હી: પોતાના અભિયનથી લોકોના દિલ જીતનાર અને નેશનલ એવોર્ડ વિજેતા ઇરફાન ખાને થોડા મહિના પહેલાં જણાવ્યું હતું કે તે કેંસરની બિમારી સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં તેમના ફેંસનું દિલ તૂટી ગયું. ઇરફાન પણ આ બિમારીના લીધે શારીરિક અને મેંટલ ટ્રામામાંથી પસાર થઇ રહ્યો હતો. તેમના ઘણા ફેન્સ એમ વિચારીને દુખી હતા કે તે પોતાના મનપસંદ કલાકારને ફરીથી સિલ્વર સ્ક્રીન પર જોઇ શકશે નહી. ઇરફાન બિમારીની સારવાર માટે લંડન જતો રહ્યો. અહીં તેનું ન્યૂરોએંડોક્રાઇન ટ્યૂમરની સારવાર ચાલી રહી છે.
બિમારીના લીધે તેમના બે-બે પ્રોજેક્ટ પણ જતા રહ્યા. તેમાં વિશાલ ભારદ્વાજની એક ફિલ્મ પણ જેમાં દીપિકા પાદુકોણને સાઇન કરી લીધી હતી. તો બીજો પ્રોજેક્ટ એક પોલિટિકલ વેબ સિરિજ 'ગોરમિંટ' હતો. પરંતુ ઇરફાનના ફેન્સ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડલાઇફ ડોટ કોમના એક અહેવાલ અનુસાર ઇરફાને 'હિંદી મિડીયમ' અને ફિલ્મનઈ સિક્વલ 'હિંદી મિડીયમ 2'માં કામ કરવાનું સ્વિકારી લીધું છે.
ઇરફાન કરશે વાપસી
જી હાં તમે સાચું સાંભળી રહ્યા છો. જોકે ઇરફાન ખાનની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે. એવામાં તે જલદી સિલ્વર સ્ક્રીન પર ફરી જોવા મળશે. તેમણે 'હિંદી મિડીયમ 2' ફિલ્મમાં કામ કરવાનો પ્રસ્તાવ પણ સ્વિકારી લીધો છે. 'હિંદી મિડીયમ' ફિલ્મની આ સિક્વલની જાહેરાત ફેબ્રુઆરી 2018માં કરવામાં આવી હતી. આ ફિલ્મનું નિર્દેશન હોમી અદજાનિયા કરી રહ્યા છે. આ ફિલ્મની જાહેરાત બાદ ઇરફાન બિમાર થઇ ગયો હતો. તેના લીધે આ પ્રોજેક્ટ ખૂબ લેટ થઇ ગયો. પરંતુ હવે ફરીથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઇ ગયું છે.
લંડન જઇને સ્ક્રીપ્ટ સંભળાવી
સૂત્રોના જણાવ્યા અનુસાર ફિલ્મના નિર્માતા તાજેતરમાં જ લંડન ગયા હતા. અને ત્યાં તેમણે ઇરફાન ખાનને મળીને આ ફિલ્મની સ્ક્રીપ્ટ વિશે જણાવ્યું. ત્યારબાદ ઇરફાન ખાન પાસેથી આ ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય કર્યો. આ ફિલ્મને દિનેશ વિજયન મેડોક ફિલ્મ્સ પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મની શૂટિંગ પહેલાં સીક્વલના અંતની સાથે જ થાય છે. આ ફિલ્મમાં પણ ઇરફાન રાજની ભૂમિકામાં છે.