Sushant Singh Rajput Death Case: મૃત્યુ પાછળનું કારણ શું છે? આજે સત્યથી ઉઠશે પડદો
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની હત્યા છે કે આત્મહત્યા? આજે સત્ય સામે આવશે. સુશાંત સિંહ રાજપૂતના આંતરડાના રિપોર્ટ આજે સીબીઆઇને સોંપશે AIIMSની ટીમ. મોતનું સટીક કારણ સામે આવી શકે છે
નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની હત્યા છે કે આત્મહત્યા? આજે સત્ય સામે આવશે. સુશાંત સિંહ રાજપૂતના આંતરડાના રિપોર્ટ આજે સીબીઆઇને સોંપશે AIIMSની ટીમ. મોતનું સટીક કારણ સામે આવી શકે છે. ઝેરની અટકળો પરથી પણ પડદો ઉઠી શકે છે. ત્યારે, AIIMSની ફોરેન્સિક ટીમના હેડ ડો. સુધીર ગુપ્તાએ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂતના મોતનું કારણ એમ્સની આ રિપોર્ટથી જાણવા મળશે, જેને તેઓ આજે સીબીઆઇને સોંપશે. સુશાંતના મોત મામલે એક મેડિકલ બોર્ડની રચના કરવામાં આવી છે. આજે આ બોર્ડ સીબીઆઇને તેમનો અભિપ્રાય આપશે.
આ પણ વાંચો:- અનુરાગ કશ્યપ પર અભિનેત્રીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, કંગના બોલી- ધરપકડ કરો
સૂત્રોએ આપ્યા સંકેત
ત્યારે, ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર, સુશાંત કેસમાં એવા સંકેત મળ્યા છે કે મુંબઈ પોલીસ અથવા મેડિકલ બોર્ડ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે. દિગવંત બોલીવુડ સ્ટારની ઓટોપ્સી અને તેના મહત્વપૂર્ણ આંતરડાને યોગ્ય રીતે સાચવવામાં ન આવવાના સંકેતો પણ મળ્યા છે. AIIMSમાં ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું હતું કે, AIIMSમાં ફોરેન્સિક મેડિસિન અને ટોક્સિકોલોજી વિજ્ઞાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલા આંતરડાનો રિપોર્ટ ખૂબ ઓછી જાણકારી સાથે જ વિકૃત છે.
આ પણ વાંચો:- ફિલ્મ 'ABCD' ફેમ ડાન્સર-અભિનેતા કિશોરની ડ્રગ્સ કેસમાં ધરપકડ
AIIMSમાં કરવામાં આવી રહ્યુ હતુ આંતરડાનું પરીક્ષણ
સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કારણો શોધવા માટે મોડી સાંજ સુધી નવી દિલ્હીના AIIMSનાં ફોરેન્સિક વિભાગમાં આંતરડાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, આંતરડા વિકૃત થઈ ગયા છે. આ રાસાયણિક અને ઝેરી (ટોક્સિકોલોજિકલ)ના વિશ્લેષણને ખરેખર મુશ્કેલ બનાવે છે. ઘણા મીડિયા માધ્યમોએ મુંબઈ પોલીસના વલણ પર સવાલ ઉઠાવ્યા છે કે અભિનેતાએ આત્મહત્યા કરી છે, આ સંદર્ભમાં હવે વિસરા વિશ્લેષણ દ્વારા અભિનેતાના મોતનું રહસ્ય બહાર આવી શકે છે.
આ પણ વાંચો:- એક સમય હતો જ્યારે રવિ કિશન ગાંજો પીતા હતા, દુનિયા જાણે છેઃ અનુરાગ કશ્યપ
હવે થશે આ વાતની પુષ્ટિ
હવે સેન્ટ્રલ બ્યુરો ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કરવામાં આવેલી તપાસ આ વાતની પુષ્ટિ કરશે કે સુશાંતનું મોત કોઇ પ્રકારના ડ્રગ્સના ઓવરડોઝથી થયું છે અથવા તેણે સામાન્ય રીતે આત્મહત્યા કરી છે. વિસેરા વિશ્લેષણથી બોલીવુડ સ્ટારના મૃત્યુ અંગેની ચોક્કસ માહિતી મળી શખશે. 15 જૂનના રોજ શબ પરીક્ષણ પછી મુંબઈની કૂપર હોસ્પિટલના પાંચ ડોકટરોના મેડિકલ બોર્ડે સુશાંતના મોતને ફાંસીનું કારણ હોવાનું જણાવ્યું હતું. જોકે તેણે હજી વિસરાને વધુ તપાસ માટે સાચવી રાખ્યો હતો. બોર્ડમાં કૂપર પોસ્ટમોર્ટમ સેન્ટરના ત્રણ તબીબી અધિકારીઓ સંદીપ ઇંગાલે, પ્રવીણ ખંડેરે અને ગણેશ પાટિલનો સમાવેશ થાય છે. આ સાથે, મુંબઈમાં ફોરેન્સિક મેડિસિનના બે એસોસિયેટ પ્રોફેસરો હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube