અનુરાગ કશ્યપ પર અભિનેત્રીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, કંગના બોલી- ધરપકડ કરો

અભિનેત્રી પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા ન્યાય માટે પીએમને વિનંતી કરી છે. 

Updated By: Sep 19, 2020, 10:40 PM IST
અનુરાગ કશ્યપ પર અભિનેત્રીએ લગાવ્યો યૌન શોષણનો આરોપ, કંગના બોલી- ધરપકડ કરો

નવી દિલ્હીઃ અભિનેત્રી પાયલ ઘોષે ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા ન્યાય માટે પીએમને વિનંતી કરી છે. 

પાયલે કર્યું આ ટ્વીટ
અભિનેત્રી પાયલ ઘોષે ટ્વીટ કરી લખ્યું- અનુરાગ કશ્યપે  ખુબ ખરાબ રીતે ખુદને મારા પર ફોર્સ કર્યો. નરેન્દ્ર મોદીજી પ્લીઝ પગલા ભરો અને દેશને દેખાડો એક ક્રિએટિવ વ્યક્તિની પાછળના રાક્ષસને. હું જાણુ છું કે તે મને નુકસાન પહોંચાડી શકે છે. મારી સુરક્ષા ખતરામાં છે. પ્લીઝ મદદ કરો. 

પાયલના ટ્વીટને શેર કરતા કંગનાએ લખ્યું- દરેક અવાજ મહત્વ રાખે છે. #MeToo #ArrestAnuragKashyap.

નેશનલ કમીશન ફોર વુમેનના ચેરપર્સન રેખા શર્માએ લખ્યું- તમે મને વિસ્તૃત ફરિયાદ ncw@nic.in પર મોકલી શકો છો. @NCWIndia તેના પર ધ્યાન આપશે. @iampayalghosh.

તો કેઆરકેએ લખ્યું- અભિનેત્રી પાયલ ઘોષ  #PMOfIndia અને @HMOIndia ને અનુરાગ કશ્યપની ધપરકડ કરવાની વિનંતી કરી રહી છે.