ભાઈજાનની ગર્લફ્રેન્ડ યુલિયાએ બર્થ-ડેમાં આપી પ્રેમથી છલકાતી ગિફ્ટ, સલ્લુએ કર્યું જાહેરમાં પ્રદર્શન
હાલમાં સલમાન ખાને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે પનવેલના ફાર્મહાઉસમાં પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો
મુંબઈ : હાલમાં સલમાન ખાને પોતાના મિત્રો અને પરિવારજનો સાથે પનવેલના ફાર્મહાઉસમાં પોતાનો 53મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગે સલમાનને તેની ગર્લફ્રેન્ડ યુલિયાએ પ્રેમથી છલકાતી ગિફ્ટ આપી છે. મળતી માહિતી પ્રમાણે યુલિયાએ બોયફ્રેન્ડ સલમાનને ગિફ્ટ તરીકે ગળામાં પહેરવાની રોમેનિયન સ્ટાઇલની ક્રોસની જ્વેલરી આપી છે. સલમાને પણ જાહેરમાં આ ક્રોસને પહેરીને એનું પ્રદર્શન કર્યું હતું.
અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર બનાવનાર વ્યક્તિ મરણપથારીએ, બિગ બી પણ પહોંચ્યા ભગવાનના શરણે !
યુલિયા હવે બોલિવૂડમાં શરૂઆત કરવામાં જઈ રહી છે. તે ‘રાધા ક્યોં ગોરી મેં ક્યોં કાલા’ નામની ફિલ્મ કરી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે સલમાન ખાન આ ફિલ્મમાં પૈસા લગાવી રહ્યા છે. જોકે આ વાત હજુ સુધી ખુલીને સામે આવી નથી કારણ કે ફિલ્મનું નિર્દેશન પ્રેમ આર. સોની કરી રહ્યા છે અને તે સલમાનનો સારા મિત્ર છે.