મુંબઈ : બોલિવૂડના સ્ટાર કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના 20 નવેમ્બરે લગ્ન છે. તેમના લગ્ન ઇટાલીના લોક કોમો ખાતે યોજાવાના છે. લગ્ન નક્કી થવા સાથે જ બંનેએ લગ્નની શોપિંગ પણ શરૂ કરી દીધી છે. જાણકારી મુજબ દીપિકાએ લગ્ન માટે જ્વેલરી ખરીદવાનું શરૂ કરી દીધું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક બોલિવૂડ વેબસાઈટની જાણકારી મુજબ બંને પરિવારો પારંપરિક સોનાની જ્વેલરી ખરીદવાને બદલે ચાંદીની જ્વેલરી ખરીદી રહ્યા છે. ચર્ચા છે કે તેમના આઉટફિટના મેચિંગના ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેલિબ્રિટી કપલ વિરાટ-અનુષ્કા અને સોનમ-આનંદના લગ્ન બાદ ફેન્સની નજર આ કપલના લગ્ન પર છે. ભારતીય લગ્નોમાં જ્વેલરીનું ખાસ મહત્વ હોય છે. દીપિકા પણ પોતાના લગ્નની શોપિંગ જ્વેલરીથી શરૂ કરી છે. જોકે, તેમણે ગોલ્ડ, ડાયમંડ અથવા પ્લેટિનિયમ નહીં પણ સિલ્વર જ્વેલરી પસંદ કરી છે.


હાલમાં જ જાણકારી આવી હતી કે કપલ પોતાના લગ્નમાં ફોન બેન કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે સોનમ કપૂરના લગ્નની ઘણી તસવીરો અને વીડિયો વાઈરલ થયા હતા. કદાચ આમાંથી બોધપાઠ લઈને કપલે આ નિર્ણય લીધો છે.  હકીકતમાં રણવીર અને દીપિકા પોતે જ તસવીરો ચાહકો સમક્ષ રજૂ કરવા ઇચ્છે છે. મીડિયા રિપોર્ટસ મુજબ દીપિકા અને રણવીર આ વર્ષે 20 નવેમ્બરે ઈટાલીમાં સાત ફેરા લેશે.


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...