`ધડક`ની બોક્સઓફિસ ધમાલ પછી પણ માથે હાથ મૂકીને રોઈ રહ્યા છે જાન્હવી અને ઇશાન કારણ કે...
જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ `ધડક` બોક્સઓફિસ પર 60 કરોડ રૂ.ના આંકડા સુધી પહોંચી ગઈ છે.
મુંબઈ : જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ 'ધડક' બોક્સઓફિસ પર 60 કરોડ રૂ.ના આંકડા સુધી પહોંચી ગઈ છે. ફિલ્મમાં તેની એક્ટિંગની અનેક લોકોએ પ્રશંસા કરી છે. જોકે આ ફિલ્મને બોક્સઓફિસ પર મળેલી સફળતા પછી પણ જાન્હવી અને ઇશાન પછી હવે બીજું કોઈ કામ નથી.
જાન્હવી અને ઇશાનને હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેમના ભવિષ્યના પ્લાન વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારો જવાબ મળ્યો હતો. ઇશાને તો આ સવાલ પર મૌન ધારણ કરી લીધું અને પછી કહ્યું કે આ વિશે હું અત્યારે કંઈ નહીં કહી શકું. જાન્હવીએ કહ્યું કે મેં લોકોને એમ કહેતા સાંભળ્યા છે કે પ્રોજેક્ટ હજી પાઇપલાઇનમાં છે પણ મને આવો જવાબ આપવાનું વિચિત્ર લાગી રહ્યું છે.
નોંધનીય છે કે ભારતમાં ધડકની કમાણી 58.19 કરોડ રૂ. થઈ ચૂકી છે. માનવામાં આવે છે કે "મિશન ઇમ્પોસિબલ"ની રિલીઝ પછી ફિલ્મનો બિઝનેસ પ્રભાવિત થયો છે. જોકે આમ છતાં શુક્રવારની સરખામણીમાં શનિવારે ફિલ્મના બિઝનેસ 54.02 ટકાનો વધારો નોંધાયો છે.