મુંબઈ : થોડા સમય પહેલાં સૈફ અલી ખાનની દીકરી એક્ટ્રેસ સારા અલી ખાને (Sara Ali Khan) કોફી વિથ કરણમાં કહ્યું હતું કે કાર્તિક આર્યન (Kartik Aaryan) તેનો ક્રશ છે. જોકે સારાના આ નિવેદન પછી કાર્તિક અને સારાના સંબંધો ચર્ચાના ચકડોળે ચડ્યા છે. હવે શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાન્હવી કપૂરે (jhanvi kapoor) એક્ટ્રેસ નેહા ધૂપિયા (Neha Dhupia)ના શોમાં જણાવ્યું છે કે તે તામિલ સ્ટાર અને અર્જુન રેડ્ડી સ્ટાર વિજય દેવરાકોંડા (Vijay Devarakonda) પર ફિદા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સલમાન છેલ્લી ઘડીએ કેન્સલ કરી BIRTHDAY પાર્ટી! કારણ છે ચોંકાવનારું


જાન્હવીએ નિવેદન આપતા જણાવ્યું છે કે ''હું તેમનાથી બહુ પ્રભાવિત છું અને જો આ લાગણી એકતરફી હોય તો પણ મને સમસ્યા નથી. મારા જીવનમાં અનેક ફેઝ આવ્યા છે પણ વિજય પર સતત ક્રશ અનુભવાયો છે. હું વિજયથી બહુ પ્રભાવિત છું અને આ વાતનો જાહેરમાં સ્વીકાર કરવામાં મને કોઈ સમસ્યા નથી.''


દીપિકા-રણવીરે શણગાર્યું ક્રિસમસ ટ્રી, રોમેન્ટિક ફોટો વાયરલ


કરિયરની વાત કરીએ તો જાન્હવી બહુ  જલ્દી ગુંજન સક્સેના ધ કારગીલ ગર્લ અને રૂહીઆફ્ઝામાં જોવા મળશે. કારગિલ ગર્લમાં જાન્હવીએ ગુંજન સક્સેનાનો રોલ કર્યો છે. આ ફિલ્મમાં જાન્હવી સિવાય પંકજ ત્રિપાઠી પણ જોવા મળશે. આ સિવાય તે મલ્ટીસ્ટારર પિરીયડ ફિલ્મ તખ્તમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, વિકી કૌશલ, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, જાન્હવી કપૂર અને ભૂમિ પેડનેકર જોવા મળશે.  જાન્હવી આ સિવાય દોસ્તાના 2માં કાર્તિક આર્યન સાથે જોવા મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક