સલમાન છેલ્લી ઘડીએ કેન્સલ કરી BIRTHDAY પાર્ટી! કારણ છે ચોંકાવનારું

સલમાન ખાન (Salman Khan) 27 ડિેસેમ્બરે તેનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને તે દર વર્ષે પનવેલના ફાર્મહાઉસ ખાતે બહુ મોટી બર્થ ડે પાર્ટી ઉજવે છે. 

Updated By: Dec 26, 2019, 09:28 AM IST
સલમાન છેલ્લી ઘડીએ કેન્સલ કરી BIRTHDAY પાર્ટી! કારણ છે ચોંકાવનારું

નવી દિલ્હી : બોલિવૂડનો દબંગ સલમાન ખાન (Salman Khan) તેની ફિલ્મ દબંગ 3 (Dabangg 3)ની સફળતાને કારણે ખુશખુશાલ છે અને હવે તેના ચાહકો બર્થ-ડે સેલિબ્રેશનની ઉજવણીનું પ્લાનિંગ કરી રહ્યા છે. સલમાન ખાન (Salman Khan) 27 ડિેસેમ્બરે તેનો 54મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે અને તે દર વર્ષે પનવેલના ફાર્મહાઉસ ખાતે બહુ મોટી બર્થ ડે પાર્ટી ઉજવે છે. જોકે આ વર્ષે તેણે ખાસ કારણોસર તેની પનવેલ પાર્ટીને કેન્સલ કરી દીધી છે. 

દીપિકા-રણવીરે શણગાર્યું ક્રિસમસ ટ્રી, રોમેન્ટિક ફોટો વાયરલ

હવે સલમાનના જન્મદિવસની નાની પાર્ટી તેના  ભાઈ સોહેલ ખાનના એપાર્ટમેન્ટમાં સેલિબ્રેટ કરવામાં આવશે કારણ કે સલમાનની બહેન અર્પિતા આ દિવસે જ ફરી માતા બનવાની છે અને સલમાન શક્ય એટલો વધારે સમય બહેનની સાથે ગાળવા ઇચ્છે છે. અર્પિતા 27 ડિસેમ્બરે જ તેના સંતાનને જન્મ આપવાની છે અને એ માટે બાંદરાની હોસ્પિટલમાં તૈયારીઓ પણ થઈ છે. આ સિવાય સલમાન પોતાની 2020ની ઇદ રિલીઝ રાધે : મોસ્ટ વોન્ટેડ ભાઈના શૂટિંગમાં વ્યસ્ત છે અને પોતાનો સમય બગાડવા નથી ઇચ્છતો. 

'સ્ટ્રીટ ડાન્સર 3ડી'ના 'ગરમી' સોન્ગ ટીઝરે મચાવી ધમાલ, છવાઇ ગયો વરૂણ-નોરાનો LOOK

સલમાનની બહેન અર્પિતા ખાન શર્મા અને આયુષ શર્માએ પાંચ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન બહુ ભવ્ય રીતે હૈદરાબાદ ખાતે થયા હતા. હાલમાં તેઓ ચાર વર્ષના દીકરા આહિલ શર્માના પેરેન્ટ્સ છે અને નજીકના ભવિષ્યમાં ફરી માતા-પિતા બનવાના છે. હવે ટૂંક સમયમાં સલમાનનો ખાસ આહિલ મોટો ભાઈ બનશે. પોતાની પ્રેગનન્સી માટે અર્પિતા બાંદરાની હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહી છે. અર્પિતા અને આયુષની મુલાકાત 2013માં એક કોમન ફ્રેન્ડ થકી થઈ હતી. જે પછી મુલાકાત વધતી ગઈ અને બંને પ્રેમમાં પડ્યા હતા. આયુષે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે,‘અમે લોકો કોમન ફ્રેન્ડને લીધે મળ્યા જ્યારે અમે બધા સિંગલ હતા. અમે અર્પિતાના ઘરે જમવા પહોંચી જતા હતા. તેમના ઘરનું ભોજન ઘણું જ સ્વાદિષ્ટ રહેતું હતું કે કે અમે રોજ જતા હતા. અમે અર્પિતાને ફોન કરી પૂછતા કે શું કરી રહી છે. તે એમ કહેતી કે ઘરે છું એટલે અમે તેના ઘરે પહોંચી જતા.’

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક