દીપિકા-રણવીરે શણગાર્યું ક્રિસમસ ટ્રી, રોમેન્ટિક ફોટો વાયરલ

ફોટોમાં દીપિકા અને રણવીર એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યાં છે. 

Updated By: Dec 25, 2019, 08:56 PM IST
દીપિકા-રણવીરે શણગાર્યું ક્રિસમસ ટ્રી, રોમેન્ટિક ફોટો વાયરલ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ વર્ષ 2020માં દમદાર વાપસી માટે તૈયાર છે. વર્ષ 2019 રણવીર સિંહ માટે ખુબ લકી ચાલી રહ્યું છે અને દીપિકા પાદુકોણની આ વર્ષે એકપણ ફિલ્મ રિલીઝ થઈ નથી. નવા વર્ષના પ્રારંભ પહેલા રણવીર અને દીપિકા સાથે ક્રિસમસની ઉજવણી કરતા જોવા મળ્યા છે. દીપિકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી છે. 

ફોટોમાં દીપિકા અને રણવીર એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યાં છે. દીપિકાએ ઓરેન્જ કલરનું સુંદર વૂલેન સ્વેટર પહેર્યું છે અને રેડ કલરના ટ્રેક સૂટમાં છે. તેના જેકેટ પર વ્હાઇટ કલરનું સ્ટ્રાઇપ્સ છે જે ખુબ કુલ લાગી રહ્યું છે. તસવીરના કેપ્શનમાં દીપિકાએ લખ્યું, 'મેરી ક્રિસમસ અમારા તરફથી. પર્સનલાઇઝ્ડ ડેકોરેટેડ ક્રિસમસ ટ્રી માટે સંપર્ક કરો.'

તસવીરમાં બંન્નેના બેકગ્રાઉન્ડમાં ક્રિસમસ ટ્રી જોવા મળી રહ્યું છે. કેપ્શનથી સ્પષ્ટ થાય છે કે દીપિકા અને રણવીરે આ ક્રિસમસ ટ્રીને મળીને ડેકોરેટ કર્યું છે. મહત્વનું છે કે દીપિકાની ફિલ્મ છપાક 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ એક એસિડ સર્વાઇવરની સત્ય ઘટના આધારિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube