Jiah Khan Birth Anniversary: પ્રેમ પાછળ બરબાદ થઈ ગયું આ અભિનેત્રીનું કરિયર, જીવ ગૂમાવીને ચૂકવવી પડી હતી કિંમત
Jiah Khan Birth Anniversary: આ અભિનેત્રીએ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત અમિતાભ બચ્ચનની ફિલ્મ નિશબ્દથી કરી હતી. જેને ફેન્સે ખુબ જ પસંદ કરી હતી. ત્યારબાદ આમિર ખાન સાથે ગજની અને હાઉસફૂલમાં અક્ષયકુમાર સાથે કામ કર્યું હતું.
Jiah Khan Birth Anniversary: બોલીવુડ અભિનેત્રી જિયા ખાનનો આજે જન્મદિવસ છે. આજે ભલે તે આપણી વચ્ચે નથી પરંતુ તેની ફિલ્મો આજે પણ ફેન્સને મનોરંજન પૂરું પાડે છે. જિયા ખાને પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત અમિતાભ બચ્ચનની ફિલ્મ નિશબ્દથી કરી હતી. જેને ફેન્સે ખુબ જ પસંદ કરી હતી. ત્યારબાદ આમિર ખાન સાથે ગજની અને હાઉસફૂલમાં અક્ષયકુમાર સાથે કામ કર્યું હતું.
મોટા કલાકારો સાથે કામ કરવાનું દરેકનું સપનું હોય છે. જ્યારે જિયાના સપના તો રોજે રોજ પૂરા થતા હતા. અચાનક 3 જૂન 2013ના રોજ જિયા ખાનનો મૃતદેહ તેના ઘરે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો. તેને આ રીતે ફંદે લટકતી જોઈને બોલીવુડ સહિત દેશમાં સન્નાટો છવાઈ ગયો હતો. ફક્ત 25 વર્ષની જિયાના હોઠ પર મોતની તર જામી ગઈ હતી. મૃત્યુ પહેલા જિયાએ છેલ્લે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી સાથે વાત કરી હતી. પોલીસે સૂરજની ધરપકડ કરી અને 23 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ સૂરજને જામીન મળી શક્યા હતા. વર્ષો વીતી ગયા પરંતુ હજુ પણ જિયાના મોતનું કોકડું ઉકેલાયું નથી.
સુહાગરાત બાદ દુલ્હને કર્યો મોટો કાંડ....વરરાજાના તો હોશ ઉડ્યા, જાણો આખરે શું થયું
દુનિયાભરમાં વધી રહ્યો છે ભારતનો દબદબો, PM મોદી સાથે મુલાકાત કરશે 3 દેશના દિગ્ગજ નેતા
અક્ષયકુમારની ભત્રીજીનું ફિગર જોઈ તમે બીજી બધીને ભૂલી જશો!
કોણે મારી જિયાને?
એવો દાવો કરવામાં આવે છે કે સૂરજ સાથે વાતચીત કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ જિયાએ આત્મહત્યા કરી લીધી હતી. અત્રે જણાવવાનું કે સૂરજે પોલીગ્રાફી કે બ્રેઈન મેપિંગ ટેસ્ટ કરાવવાની પણ ના પાડી દીધી હતી. આ ઘટનામાં સૂરજની કથિત ભૂમિકાને લઈને મૂળિયા સુધી જવા ઈચ્છતી તપાસ એજન્સી આ ટેસ્ટ કરાવવા ઈચ્છતી હતી. સીબીઆઈએ એમ પણ કહ્યું કે મુંબઈ પોલીસને મળેલા ત્રણ પાનાનો પત્ર જિયાએ લખ્યો હતો જેમાં તેણે કથિત રીતે સૂરજ સાથેના નીકટના સંબંધ, શારીરિક દુર્વ્યવહાર અને માનસિક તથા શારીરિક ઉત્પીડન વિશે લખ્યું હતું. જેના કારણે તેણે આત્મહત્યા કરવી પડી રહી છે. ઓક્ટોબર 2013માં જિયાની માતા રાબિયા ખાને બોમ્બે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને કહ્યું હતું કે તેમની પુત્રીની હત્યા થઈ છે અને આ મામલે સીબીઆઈ તપાસ થવી જોઈએ. ત્યારબાદ સીબીઆઈ તપાસની મંજૂરી આપવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube