સુહાગરાત બાદ દુલ્હને કર્યો એવડો મોટો કાંડ....વરરાજાના તો હોશ ઉડી ગયા, જાણો આખરે શું છે મામલો

ખુબ ઉત્સાહ સાથે પરિજનોએ પુત્રના લગ્ન ધામધૂમથી કરાવ્યા. લગ્ન બાદ ઘરમાં પણ ખુબ ખુશનુમા માહોલ હતો. પોતાના લગ્નને લઈને દુલ્હેરાજા ખુબ જ ઉત્સાહિત હતા. પરંતુ લગ્ન બાદ તરત દુલ્હને એવડો મોટો કાંડ કરી નાખ્યો કે આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. 

સુહાગરાત બાદ દુલ્હને કર્યો એવડો મોટો કાંડ....વરરાજાના તો હોશ ઉડી ગયા, જાણો આખરે શું છે મામલો

Bride Run Away With Boyfriend: ખુબ ઉત્સાહ સાથે પરિજનોએ પુત્રના લગ્ન ધામધૂમથી કરાવ્યા. લગ્ન બાદ ઘરમાં પણ ખુબ ખુશનુમા માહોલ હતો. પોતાના લગ્નને લઈને દુલ્હેરાજા ખુબ જ ઉત્સાહિત હતા. પરંતુ લગ્ન બાદ તરત દુલ્હને એવડો મોટો કાંડ કરી નાખ્યો કે આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. દુલ્હનની આ કરતૂતથી ઘરના પરિજનો સહિત અન્ય લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. 

વાત  જાણે એમ છે કે દુલ્હન લગ્નના ગણતરીના દિવસોમાં જ પતિને ઊંઘતો છોડીને દાગીના લઈ પ્રેમી સાથે ભાગી ગઈ. આ ઘટના ગત ગુરુવારે સોનપુર વિસ્તારના એક ગામમાં ઘટી. તે સમયે દુલ્હનના લગ્ન સોનપુરના એક મંદિરમાં થયા હતા. 

એવું કહેવાય છે કે બે ત્રણ દિવસ  સુધી તો બધુ  બરાબર હતું. હજુ તો ઘરમાં મહેમાનો પણ હતા અને આ બધા વચ્ચે જ ગુરુવારે રાતે પતિને ગાઢ ઊંઘમાં સૂતેલો મૂકીને દુલ્હન ચૂપચાપ મોટરસાઈકલ પર ભાગી ગઈ. દુલ્હેરાજાની જ્યારે ઊંઘ ઉડી ત્યારે દુલ્હનને ઘરમાં ન જોઈ તો આમ તેમ શોધવા લાગ્યો. જ્યારે કશું ખબર ન પડી તો થાકીને તેણે આ અંગે પોલીસમાં જાણ કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news