મુંબઈ: કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલુની લવ સ્ટોરી તેમના લગ્ન જીવન જેટલી જ મધુર છે. આ કપલના લગ્નને એક વર્ષ પૂર્ણ થયું છે. પોતાના સુખી દાંપત્ય જીવન તરફ ઈશારો કરતા અભિનેત્રીએ પોતાના પતિના નામે એક ખાસ ચિઠ્ઠી લખી અને પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો છે. આ સ્વીટ નોટમાં તેમણે ગૌતમની એવી આદતનો પણ ઉલ્લેખ કર્યો છે, જે અભિનેત્રીને ભલે પ્રિય હોય, પરંતુ આ વાત ઘણા લોકોને પરેશાન કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલી એનિવર્સરી પર કાજલે તેની અને ગૌતમની સુંદર તસવીર બધા સાથે શેર કરી છે. આ સાથે તેમણે એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. 'મને ત્યારે પણ તમારા પર પ્રેમ આવે છે, જ્યારે તું મને મધદરિયે તારા કાનમાં હળવેકથી કહે છે, તું જાગે છે ને? હું તમને એક કૂતરાનો વિડિઓ દેખાડવા માંગુ છું. હેપ્પી ફર્સ્ટ એનિવર્સરીની શુભેચ્છા તેમના તરફથી, જે તમારી જિંદગીમાં સૌથી બેસ્ટ ચીજ બનીને આવી.


તમારી રાશિ અનુસાર જાણો, ધનતેરસ પર શું ખરીદવું ફળદાયી રહેશે? જાણો શુભ મુહર્ત વિશે...


 


અડધી રાત્રે આવી રીતે જગાડી દેવી
હવે સ્વાભાવિક છે કે કોઈ ઊંઘતું હોય તો પણ તેના કાનમાં કંઈક બોલીએ તો તે જાગી જાય. જો કે, કાજલને આનાથી કોઈ વાંધો નથી. પરંતુ દરેક વ્યક્તિ આ અભિનેત્રી જેવી નથી હોતી. કારણ કે કોઈને કોઈ કારણસર ઊંઘ તૂટવાનું ગમતું નથી. આમ તો ભલે તમે વ્યક્તિને પ્રેમ કરતા હોવ, પરંતુ જો તે વારંવાર તેની ઊંઘ તોડતો રહે તો ઈરિટેશન થવા લાગે છે.


આવું ન કરો જ્યારે પત્ની...
જ્યારે પત્ની દિવસભરના કામથી ખૂબ થાકી ગઈ હોય અને માત્ર સૂઈને તેનો થાક દૂર કરવા માગતી હોય ત્યારે પતિએ આવું કંઈ કરવાનું વિચારવું જોઈએ નહીં. જો તે થાકી ગઈ હોય અને પછી તમે તેને વીડિયો જોવા માટે અધવચ્ચે જગાડો અથવા 'બાત કરતે હૈ ના' કહીને જગાડી દો તો સ્વાભાવિક છે કે તેને ગુસ્સો આવે. આવી સ્થિતિમાં તો કેટલીક એવી વાતો પણ કહી શકે છે, જેનાથી તમને હર્ટ થઈ શકે છે. આવી સ્થિતિ કેમ થવા દેવી? જો પત્ની થાકી ગઈ હોય તો તેને સૂવા દો. સવારે ઉઠીને પણ વીડિયો જોવા અને વાત કરી શકાય છે.


ઉત્તર કોરિયાના સનકી તાનાશાહનું ફરી અજીબોગરીબ ફરમાન, 'હવે ફરિયાત ખાવું પડશે માંસ'


 


તૂટેલી ઊંઘની ખરાબ અસર પડે છે
'ઇન્ટરપ્ટેડ સ્લીપ' શીર્ષકવાળા લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભલામણ કરેલ ઊંઘના કલાકો પૂરા કરવા એ પૂરતું નથી, પરંતુ વિક્ષેપ વિના ઊંડી ઊંઘ પણ 'નિર્ણાયક' ભૂમિકા ભજવે છે. ઊંઘ દરમિયાન વ્યક્તિ 'સ્લીપ-સાઇકલ'ની શ્રેણીમાંથી પસાર થાય છે. કોઈપણ વિક્ષેપથી તેના મગજના કાર્ય, શારીરિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે.


તો ભલે તમે તમારા પાર્ટનરને ખૂબ જ ક્યૂટ વિડિયો બતાવવા માંગતા હોવ અથવા તેમની સાથે ઘણી વાતો કરવા માંગતા હોવ, પરંતુ તેમની ઊંઘ ભંગ ન કરો અને તૂટ્યા વિના 'સ્લીપ-સાઇકલ' પૂર્ણ થવા દો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube