નવી દિલ્હી :દિવાળીનો પ્રસંગ છે, દરેક કોઈ સેલિબ્રેશનના મૂડમાં છે અને આવામાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut)  પણ દિવાળી (Diwali) ના રંગમાં રંગાઈ ગઈ છે. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi) ની તૈયારી માટે લોસ એન્જેલસમાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતા (Jayalalithaa) પર આધારિત છે. કામની વચ્ચે સમય કાઢીને કંગના ફિલ્મની ટીમ સાથે દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી. 


ધ્યાનથી જુઓ આ તસવીરોને, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓને રાત્રે હવે આવો નજારો જોવા મળશે

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંગનાએ શુક્રવારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર અને વીડિયો શેર કર્યો છે. તસવીરમાં કંગના પોતાની બહેન રંગોલી અને ‘થલાઈવી’ની ટીમ સાથે ડિનર કરતી નજરે આવી રહી છે. જ્યાં તેમના ટેબલ પર અનારકલી મીણબત્તી સળગાવવામાં આવી હતી. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, ‘કંગના માટે દિવાળી જલ્દી જ આવી ગઈ, કારણ કે તે લોસ એન્જેલસમાં થલાઈવીની તૈયારીઓ કરી રહી છે.



તમિલમાં ‘થલાઈવી’ અને હિન્દીમાં ‘જયા’ નામની બની રહેલા આ ફિલ્મને સાઉથના જાણીતા દિગદર્શક એક.એ.એલ વિજય નિર્દેશિત કરી રહ્યાં છે. બાહુલબી અને મણિકર્ણિકા ફેમ લેખક કે.વી.વિજયેન્દ્ર પ્રસાદ દ્વારા લિખિત આ ફિલ્મને બિબ્રી એન્ડ કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટના બેનર અંતર્ગત વિષ્ણુ વર્ધન ઈન્દુરી અને શૈલેષ આર. સિંહ કરી રહ્યાં છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :