નવી દિલ્હી: કંગના રનૌતની બેન રંગોલીએ રીતિક રોશન સાથે એક ફોટો શેર કર્યો છે જેણે ખુબ ચકચાર મચાવી છે. આ ફોટો શેર કરીને રંગોલીએ રીતિકને સાણસામાં લેવાનો પ્રયત્ન કર્યો છે. જૂની તસવીર શેર કરીને તેણે રીતિક પર આરોપ પણ લગાવ્યો છે. રંગોલી ચંદેલે તસવીર શેર કરીને લખ્યું કે રીતિક રોશન કંગનાની નજરમાં પોતાને સારો સાબિત કરવા માટે અનેક પેંતરા અજમાવતો હતો. તે તેને પણ ઈમ્પ્રેસ કરવાની કોશિશ કર્યા કરતો હતો. 


ફોટો શેર કરીને રંગોલી ચંદેલે ટ્વીટ કરીને લખ્યું કે "આ જુઓ પપ્પુજી, આખો દિવસ મને ઈમ્પ્રેસ કરવામાં લાગ્યો રહેતો જેથી કરીને મારી બહેનની ગુડ બુક્સમાં આવે, અને આજ કાલ કહે છે કે હમ આપકે હૈ કોન!"


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube