The Great Indian Kapil Show: કપિલ શર્માના ચાહકો માટે ખુશ ખબર છે. ટૂંક સમયમાં જ ફરી એક વખત કોમેડિયન કપિલ શર્મા પોતાની ટીમ સાથે ઓટીટી પર ધમાકેદાર એન્ટ્રી કરશે. ઘણા સમય પહેલા કપિલ શર્માએ એનાઉન્સમેન્ટ કર્યું હતું કે તે હવે ટીવી પર નહીં પરંતુ પોતાનો કોમેડી શો હવે નેટફ્લિક્સ પર લઈને આવી રહ્યો છે. ત્યારે હવે આ શોનો ફર્સ્ટ લુક પણ સામે આવી ગયો છે અને સાથે જ શો ક્યારથી સ્ટ્રીમ થશે તેની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જો કે શોની રિલીઝ ડેટ કરતાં પણ મોટી અપડેટ એ છે કે આ વખતે શોમાં કપિલ શર્માની સાથે સુનીલ ગ્રોવર પણ જોવા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મનોરંજનથી ભરપુર માર્ચ... મહિનાના પહેલા જ દિવસે રિલીઝ થવાની છે આ વેબ સીરીઝ અને ફિલ્મ


કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા શો' ઓફએર થયા પછી તેના ચાહકો નિરાશ હતા પરંતુ હવે કપિલ શર્મા ઓટીટી પર વાપસી કરી રહ્યો છે. આ શોમાં પણ કપિલ શર્માની સાથે અર્ચના પુરણ સિંહ, ક્રિષ્ના, કિકુ શારદા સહિતના કલાકારો જોવા મળશે અને સાથે જ ઘણા વર્ષો પછી સુનીલ ગ્રોવર પણ કપિલ સાથે જોવા મળશે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Netflix India (@netflix_in)


ઈંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં લખવામાં આવ્યું છે કે ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 30 માર્ચથી દર શનિવારે રાત્રે 8 વાગ્યે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. શોના આ પ્રોમોમાં કપિલ શર્માની સાથે અર્ચના પૂરણ સિંહ, ક્રિષ્ના અભિષેક, કીકુ શારદા સાથે સુનીલ ગ્રોવર પણ જોવા મળે છે. એટલે કે આ શોથી સુનીલ ગ્રોવર પણ કપિલ શર્માના શોમાં કોમેડી કરતો જોવા મળશે.


આ પણ વાંચો: OTT પર રિલીઝ થશે પરિણીતી-દિલજીતની ફિલ્મ Chamkila, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ


આ અનાઉન્સમેન્ટ સાથે જ સુનીલ ગ્રોવરના ચાહકોની આતુરતા પણ વધી ગઈ છે તેઓ ફરી એક વખત કપિલ શર્માની સાથે સુનીલ ગ્રોવરની જોડીને જોવા માટે આતુર થયા છે. આ પહેલા સુનીલ ગ્રોવર કપિલ શર્માના શોમાં ગુત્થી અને ડો ગુલાટી તરીકે લોકોને હસાવી ચુક્યો છે. ત્યારે હવે આ શોમાં સુનીલ ગ્રોવર શું કરશે તે જોવાનું રહ્યું.