Movies and Web Series: મનોરંજનથી ભરપુર માર્ચ... મહિનાના પહેલા જ દિવસે રિલીઝ થવાની છે ઢગલો વેબ સીરીઝ અને ફિલ્મો

March 2024 Movies and Web Series: માર્ચ મહિનો ઓટીટીના દર્શકો માટે ખાસ બની રહેવાનો છે. માર્ચ મહિનાના પહેલા જ દિવસે જોરદાર વેબ સીરીઝ અને ફિલ્મો રિલીઝ થવાની છે. તો ચાલો તમને જણાવીએ માર્ચ મહિનાની શરુઆતમાં કયા ઓટીટી પ્લેટફોર્મ પર કઈ ફિલ્મ અને વેબ સીરીઝ રીલીઝ થવાની છે. 

મામલા લીગલ હે

1/5
image

રવિ કિશનની કોમેડી વેબ સીરીઝ મામલા લીગલ હે 1 માર્ચે ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં રવિ કિશન, નિધિ બિષ્ટ, અંજુમ બંત્રા, વિજય રાજોરિયા જોવા મળશે. 

માય નેમ ઈઝ લોહ કિવાન

2/5
image

આ એક કોરિયન ફિલ્મ છે. ફિલ્મમાં જૂંગ કી મુખ્ય ભુમિકામાં છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 1 માર્ચથી સ્ટ્રીમ થશે.

સનફ્લાવર 2

3/5
image

સુનીલ ગ્રોવરની વેબ સીરીઝ સનફ્લાવર 2 ઝી 5 પર 1 માર્ચથી સ્ટ્રીમ થશે. આ સીરીઝમાં સુનીલ ગ્રોવર, રણવીર શૌરી, અદા શર્મા, ગિરીશ કુલકર્ણી સહિતના કલાકારો જોવા મળશે.

લાપતા લેડીઝ

4/5
image

કિરણ રાવના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ લાપતા લેડીઝ સિનેમાઘરોમાં 1 માર્ચે રિલીઝ થશે. 

ઓપરેશન વેલેંટાઈન

5/5
image

માનુષી છિલ્લર અને વરુણ તેજની ફિલ્મ ઓપરેશન વેલેંટાઈન પણ 1 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થશે.