Kapil Sharma: કપિલ શર્મા પોતાની શાનદાર કોમેડી માટે જાણીતા છે કપિલ શર્મા હાલ તેની ટીમ સાથે નેટફિક્સ પર શો કરે છે. આ શોમાં અત્યાર સુધીમાં ઘણા બોલીવુડ કલાકારો મહેમાન બનીને આવી ચૂક્યા છે. તાજેતરમાં જ કપિલ શર્માના શોમાં બેબી જોન ફિલ્મની સ્ટારકાસ્ટ અને ડાયરેક્ટર એટલી પહોંચ્યા હતા. જોકે આ એપિસોડ પછી કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. એપિસોડ દરમિયાન કપિલ શર્માએ સાઉથના જાણીતા ડાયરેક્ટર એટલીના લૂકની મસ્તી કરી અને તેના કારણે હવે તેને ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: બોલીવુડમાં સુપરસ્ટાર છે સલમાન પણ હોલીવુડમાં સુપર ફ્લોપ સાબિત થયો, આ હતી પહેલી ફિલ્મ


કપિલ શર્માની ટ્રોલિંગ એટલી બધી વધી ગઈ કે કપિલ શર્માએ પોતે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને ખુલાસો કરવો પડ્યો. કપિલ શર્માએ એક વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, કોઈ મને મહેરબાની કરીને જણાવો કે આ વીડિયોમાં તેણે એટલી સરના લુક્સ વિશે ક્યારે વાત કરી ? મહેરબાની કરીને સોશિયલ મીડિયા પર નફરત ન ફેલાવો...


આ પણ વાંચો: બચ્ચન, કપૂર કે ખાન નહીં... આ છે બોલીવુડનો સૌથી અમીર પરિવાર, 10,000 કરોડની છે નેટવર્થ


મહત્વનું છે કે સોશિયલ મીડિયા યુઝરે એક્સ પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરી હતી જેમાં કપિલ શર્મા અને એટલીનો એક વીડિયો જોવા મળે છે. આ વિડીયોના કેપ્શનમાં યુઝરે એવું લખ્યું હતું કે કપિલ શર્માએ એટલીના લૂકની મસ્તી કરી. કોઈ વ્યક્તિના દેખાવની નહીં પરંતુ તેના દિલની કદર કરવી જોઈએ..



સાઉથના ડાયરેક્ટર એટલી બેબી જોન ફિલ્મની સ્ટારકાસ્ટ સાથે કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા. આ શોમાં સવાલ-જવાબ દરમિયાન કપિલ શર્માએ મજાકમાં એટલીને પૂછ્યું હતું કે. તેઓ નાની ઉંમરમાં પ્રખ્યાત ડાયરેક્ટર બની ગયા છે તો શું લોકો તેના ફિઝિકલ અપિયરન્સને જોઈને તેને ગંભીરતાથી લે છે ? આ પ્રશ્નના જવાબમાં એટલીએ જણાવ્યું હતું કે, તે સમજી ગયો છે કે કપિલ શર્મા તેને શું પૂછવા માંગે છે, આગળ એટલી જણાવ્યું હતું કે તેની પહેલી ફિલ્મ બનાવનાર મુરુગાદાસના તે આભારી છે, કારણ કે તેણે એટલીની પહેલી ફિલ્મની ફક્ત સ્ક્રિપ્ટ માંગી અને તે વાતને મહત્વ ન આપ્યું કે એટલી કેવો દેખાય છે અને તે ફિલ્મ બનાવવા માટે સક્ષમ છે કે નહીં. સાથે જ તેણે એવું જણાવ્યું કે દુનિયાએ પણ લોકોને તેના દેખાવથી નહીં તેના દિલથી જજ કરવા જોઈએ. આ સમગ્ર ઘટનાના કારણે કપિલ શર્મા સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે.