Shocking : `કલંક`ના સેટ પર કરણને ઉભોઉભો રોવડાવ્યો આલિયાએ!
નેહા ધૂપિયાના ચેટ શો નો ફિલ્ટરમાં કરણ જોહરે કર્યો ખુલાસો
નવી દિલ્હી : ફિલ્મમેકર કરણ જોહર હાલમાં બહુ સારા મૂડમાં છે. જોકે હાલમાં એક એવી ઘટના બની ગઈ કે કરણ જોહરની આંખમાં આંસુ આવી ગયા. હકીકતમાં કરણ એક્ટ્રેસ આલિયાને પોતાની દીકરી જેવી માને છે અને આલિયાને કારણે તેની આંખમાં આંસુ આવ્યા હતા. નેહા ધૂપિયાના ચેટ શો નો ફિલ્ટરમાં કરણ જોહરે આ વાતનો ખુલાસો કર્યો છે.
નેહા ધૂપિયાના શોમાં કરણે કહ્યું છે કે '''કલંક'માં આલિયા અને બીજા કલાકારોએ બહુ સારું કામ કર્યું છે. એક દિવસ તો હું આલિયાના કામને જોઈને ભાવુક થઈ ગયો હતો. ફિલ્મમાં આલિયાએ જે કામ કર્યું છે એનો ખુલાસો હું નહીં કરું પણ ફિલ્મમાં તેણે ખાસ કર્યું છે. હું જ્યારે આલિયાને એક્ટિંગ કરતી જોઉં છું ત્યારે મને જાણે મારી દીકરી કામ કરતી હોય એમ લાગે છે. હું એની એક્ટિંગ જોઈને એટલો ભાવુક થઈ ગયો કે સેટ પર ઉભોઉભો જ રોવા લાગ્યો અને મેં તેને ફોન કરીને શાબાશી આપી હતી.''
પ્રિયંકાનો પતિ છે ભારે પત્નીવ્રતા, ભારતીય પતિ વિચારી પણ ન શકે એવી મુકાવી મહેંદી
કરણ જોહરે શોમાં બીજો મોટો ખુલાસો કર્યો છે. કરણ બહુ જલ્દી ખુશી કપૂરને લોન્ચ કરવાનો છે. કરણે આ ખુલાસો નેહા ધૂપિયાના ચેટ શો 'નો ફિલ્ટર નેહા'માં કર્યો છે. કરણે આ શોમાં એક સવાલના જવાબમાં કહ્યું છે કે તેનો ઇરાદો 2019માં ખુશી કપૂર અને જાવેદ જાફરીના દીકરા મિઝાનને લોન્ચ કરવાનો છે. અભિષેક વર્મન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી 'કલંક'માં માધુરી દીક્ષિત, સંજય દત્ત, વરૂણ ધવન, આદિત્ય રોય કપૂર અને સોનાક્ષી સિંહા જેવા સ્ટાર્સ કામ કરી રહ્યા છે.