નવી દિલ્હી : બોલિવૂડ એકટ્રેસ કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) પોતાની ખૂબસુરતી અને સ્ટાઇલ માટે જાણીતી છે. તે હંમેશા સ્પષ્ટ શબ્દોમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ સંજોગોમાં હાલમાં તેણે આપેલા એક જવાબનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીના (Kareena Kapoor Khan)ની હાજરજવાબી લોકોને પસંદ પડી રહી છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામના અનેક પેજ પર જોવા મળી રહ્યો છે. આ વીડિયો એક પબ્લિક ઇવેન્ટનો છે. 


આ વીડિયોમાં કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ને સવાલ કરવામાં આવ્યો હતો કે તેને કપૂર પસંદ છે કે ખાન ત્યારે કરીનાએ જવાબ આપતા કહ્યું હતું કે મારી પાસે બંને અટક છે અને અહીં કોઈ અટક ઉતરતી નથી. કરીનાનો આ જવાબ લોકોને બહુ પસંદ પડ્યો હતો અને તેમણે જવાબને તાળીઓના ગડગડાટથા વધાવી લીધો હતો. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...