Jaane Jaan Trailer: કરીના કપૂર ખાનની ફિલ્મ જાને જાનનું ટ્રેલર રિલીઝ થયું છે. આ ફિલ્મ વડે કરીના કપૂર ખાન ઓટીટી ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન પહેલી વખત ઈંટન્સ લુકમાં જોવા મળશે. ફિલ્મમાં કરીના કપૂર ખાનનું પાત્ર દમદાર છે. આ ફિલ્મમાં કરીના કપૂર સાથે વિજય વર્મા અને જયદીપ અહલાવત પણ જોવા મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીના કપૂર ખાનની આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ જાપાની ઉપન્યાસ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ પર આધારિત છે. ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. કરીના કપૂર ખાનની આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયાની સાથે જ ધમાલ મચાવી રહ્યું છે.


આ પણ વાંચો:


railer: ચૂચા સહિત Fukrey 3 ની ટોલી કરશે જબરદસ્ત જુગાડ, પંડીતજી હસાવશે પેટ પકડીને


Gadar 2 એ પઠાન અને બાહુબલીનો તોડ્યો રેકોર્ડ, 24 દિવસમાં કરી 500 કરોડની કમાણી


થિયેટર્સમાં ધમાલ મચાવી રજનીકાંતની ફિલ્મ જેલર OTT પર થશે રિલીઝ, જાણો ક્યારે થશે રિલીઝ


જાને જાન ફિલ્મ નેટફ્લિક્સ પર 21 સપ્ટેમ્બર 2023 ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષે કર્યું છે. જ્યારે ફિલ્મની નિર્માતા એકતા કપૂર છે. આ ફિલ્મ કરીના કપૂર ખાનની પહેલી ઓટીટી ફિલ્મ છે. કરીના કપૂર આ ફિલ્મ ઉપરાંત ધ ક્રુઝમાં પણ જોવા મળશે. આ ફિલ્મને એકતા કપૂર અને રિહા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન ઉપરાંત ક્રીતિ સેનન અને તબુ પણ જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 22 માર્ચે રિલીઝ થાય તેવી સંભાવના છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Netflix India (@netflix_in)


જાને જોન ફિલ્મ પહેલા કરીના કપૂર ખાન આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળી હતી જોકે આ ફિલ્મ કરીના કપૂર ખાનની ફ્લોપ ફિલ્મ સાબિત થઈ હતી. હવે જોવાનું રહ્યું કે ઓટીટી પર કરીના કપૂર ખાન હિટ સાબિત થાય છે કે નહીં.